(Source: ECI/ABP News/ABP Majha)
Wrestlers Protest: અમારા ફોન નંબર પણ ટ્રેક કરવામાં આવી રહ્યાં છે, પુનિયાએ લગાવ્યો: બજરંગ પુનિયા
દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો તેમના કપાળ પર કાળી પટ્ટી બાંધેલા જોવા મળ્યા હતા. બજરંગ પુનિયાએ ફોન નંબર ટ્રેક કરવાનો આરોપ લગાવ્યો છે.
Wrestlers Protest:દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો તેમના કપાળ પર કાળી પટ્ટી બાંધેલા જોવા મળ્યા હતા. બજરંગ પુનિયાએ ફોન નંબર ટ્રેક કરવાનો આરોપ લગાવ્યો છે.
જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો કાળી પટ્ટી પહેરીને જોવા મળ્યા હતા. કુસ્તીબાજોએ ગુરુવાર (11 મે)ને કાળો દિવસ ગણાવ્યો. બજરંગ પુનિયાએ આરોપ લગાવ્યો છે કે તેમના ફોન નંબર ટ્રેક કરવામાં આવી રહ્યાં છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગટ, સાક્ષી મલિક તેમજ સત્યવ્રત કાદિયન અને જિતેન્દ્રએ કપાળ પર કાળી પટ્ટી બાંધી હતી, જ્યારે કેટલાક સમર્થકોએ બ્રિજ ભૂષણ સિંહ સામેની એકશન લેવામાં નિષ્ક્રિયતાનો વિરોધ કરવા હાથ પર બાંધી હતી. કુસ્તીબાજો બ્રિજ ભૂષણની ધરપકડની માંગ કરી રહ્યાં છે, જેમના પર અનેક મહિલા કુસ્તીબાજો પર જાતીય શોષણનો આરોપ છે.
બજરંગ પુનિયાએ શું કહ્યું?
ગુરુવારે (11 મે) બજરંગ પુનિયાએ કહ્યું, “આજે અમે બ્રિજ ભૂષણ શરણ સિંહના વિરોધમાં કાળો દિવસ મનાવી રહ્યા છીએ. અમને અમારી જીતનો વિશ્વાસ છે કારણ કે અમારી લડાઈમાં આખો દેશ અમારી સાથે છે. દરરોજ અમારો વિરોધ વેગ પકડી રહ્યો છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું."
પત્રકારો સાથે વાત કરતા તેણે વધુમાં કહ્યું, “આજકાલ અમારા ફોન નંબર ટ્રેક કરવામાં આવે છે. અમારી સાથે એવી રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે કે જાણે અમે ગુનો કર્યો હોય. હું તમને કહું છું કે જે પણ અમારા સંપર્કમાં છે તેને ટ્રેક કરવામાં આવી રહ્યો છે.
સીમા અંતિલની ટીકા
રેસલર પુનિયાએ એથ્લેટ સીમા અંતિલની પણ ટીકા કરી હતી., એન્ટિલે કહ્યું હતું કે કુસ્તીબાજોના વિરોધને કારણે કેમ્પ અને ટ્રાયલ યોજવામાં આવી રહ્યા નથી અને તેનાથી રમત પર નકારાત્મક અસર પડી રહી છે. આ અંગે પુનિયાએ કહ્યું, “મને સમજાતું નથી કે તે આવું કેમ કહી કહી રહી છે કે અમે રમતને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. તે ખૂબ જ દુ:ખદ વાત છે કે એક ખેલાડી હોવા છતાં પણ તે સમર્થનના બદલે કેમ આવા નિવેદન આપે છે.
તેણે આગળ કહ્યું, “મને નથી લાગતું કે તેણે જે કહ્યું તે કહેવું જોઈતું હતું. અમે તેનું સન્માન કરીએ છીએ, તે સારી એથ્લેટ છે પરંતુ તેણે નિવેદન આપતા પહેલા વિચારવું જોઈએ. આ સિવાય ગુરુવારે ભારતીય કિસાન યુનિયન એકતા (આઝાદ)નું એક મોટું પ્રતિનિધિમંડળ પણ કુસ્તીબાજોને સમર્થન આપવા જંતર-મંતર પહોંચ્યું હતું. જેમાં પંજાબની મોટાભાગની મહિલાઓ સામેલ હતી. બજરંગ પુનિયાએ પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું.