શોધખોળ કરો

Wrestlers Protest: કુસ્તીબાજોના સમર્થનમાં જંતરમંતર પહોંચી પ્રિયંકા, કહ્યું મેડલ લાવ્યા તો ઘરે બોલાવ્યા હતા હવે કેમ ફોન પણ...

Wrestlers Protest: રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દેશના ફેમસ કુસ્તીબાજો જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે પ્રિયંકા ગાંધીએ વિરોધ સ્થળ પર પહોંચીને કુસ્તીબાજોને સમર્થન કર્યું હતું.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી શનિવારે (29 એપ્રિલ) સવારે કુસ્તીબાજોની હડતાળને સમર્થન આપવા જંતર-મંતર પહોંચ્યા. કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડા પણ તેમની સાથે હતા. જંતર-મંતર પર કુસ્તીબાજોના ધરણાનો શનિવારે સાતમો દિવસ છે. શુક્રવારે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR નોંધાયા બાદ પણ કુસ્તીબાજોની ધરણા પર  છે.

પ્રિયંકા ગાંધી કુસ્તીબાજોને મળ્યા અન કહ્યું કે, 2 FIR નોંધવામાં આવી છે પરંતુ તેની નકલ મળી નથી. જ્યારે બે એફઆઈઆર નોંધાઈ છે તો કોપી કેમ આપવામાં આવી નથી. કોંગ્રેસ નેતાએ સવાલ ઉઠાવ્યો કે, તપાસ ચાલી રહી છે તો તેમણે હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી.

તેણે કહ્યું, એવી ઘણી યુવતીઓ છે જેમની સાથે આવું બન્યું છે. હું સમજવા માંગુ છું કે સરકાર તેમને કેમ બચાવી રહી છે. મને વડાપ્રધાન પાસેથી કોઈ આશા નથી. જ્યારે તમે મેડલ લાવ્યા હતા ત્યારે તમારાથી ગૌરવ અનુભવતા હતા ઘરે બોલાવ્યા હતા. હવે કેમ ફોન કરતા નથી. આ માણસ (બ્રિજભૂષણ શરણ સિંહ)ને બચાવવા માટે આટલું બધું કેમ કરવામાં આવી રહ્યું છે.

કેજરીવાલને  મળશે

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ શનિવારે સાંજે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેલાડીઓને મળશે. આ પહેલા શુક્રવારે સાંજે દિલ્હી સરકારના બે મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજે મહિલા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. દિલ્હી પોલીસે કુસ્તીબાજોને મીટિંગ માટે બોલાવ્યા છે.

બ્રિજભૂષણ શરણ વિરુદ્ધ FIR

શુક્રવારે દિલ્હી પોલીસે રેસલિંગ ફેડરેશનના પ્રમુખ વિરુદ્ધ યૌન ઉત્પીડનના મામલામાં બે FIR નોંધી છે. જેમાં સગીર કુસ્તીબાજની ફરિયાદ પર સિંહ વિરુદ્ધ પોક્સો એક્ટ પણ લગાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, બંને ફરિયાદો પર તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ કુસ્તીબાજોને FIR માટે સુપ્રીમ કોર્ટમાં જવું પડતું હતું.

બ્રિજભૂષણ શરણ સિંહે પોતાના રાજીનામા અંગે જણાવ્યું હતું

FIR નોંધાયા બાદ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે રાજીનામાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો ખેલાડીઓ પિકેટિંગ ખતમ કરે અને તેમના રાજીનામાને કારણે ઘરે પરત ફરે તો તેઓ રાજીનામું આપવા તૈયાર છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે અને આગામી ચૂંટણી સાથે તેમનું રાજીનામું આપોઆપ થઈ જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
General Knowledge: સાઉદી અરેબિયાને લાગ્યો જેકપોટ,કિસ્મત બદલી નાખશે 'સફેદ સોનાનો'નો પહાડ, જાણો વિગતે
General Knowledge: સાઉદી અરેબિયાને લાગ્યો જેકપોટ,કિસ્મત બદલી નાખશે 'સફેદ સોનાનો'નો પહાડ, જાણો વિગતે
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Embed widget