ભારતમાં લકઝ્યુરીયસ BMW કારની શરૂઆતી કિંમત 55.40 લાખ છે, અને આના ટૉપ મૉડલની કિંમત 68.39 લાખ રૂપિયા સુધીની છે. આ બન્ને કિંમત ભારતમા એક્સ શૉરૂમની છે.
2/7
3/7
બીએમડબલ્યૂ 5 સીરીઝનુ ડીઝલ મૉડલ 2.0-લીટર ટર્બો એન્જિન પર ચાલે છે, જોકે 187 બીએચપીનો પાવર અને 400 એનએમ બનાવે છે. આના એન્જિનોને 8-સ્પીડ સ્ટેપટ્રૉનિક ટ્રાન્સનિક ટ્રાન્સમિશનની સાથે જોડવામાં આવ્યા છે, જેનાથી પાછળના પૈડાને તાકાત મળે છે. (તસવીર: bmwindia_official)
4/7
બીએમડબલ્યૂ 5 સીરીઝની મુકાબલો મર્સિડિઝ-બેન્ઝ ઇ-ક્લાસ, ઓડી એ 6, વોલ્વો એસ 90 અને જગુઆર એક્સએફ સાથે થાય છે. ખાસ વાત છે કે આ કાર માત્ર 6.1 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. (તસવીર: bmwindia_official)
5/7
નોરાએ બીએમડબલ્યૂ 5 સીરીઝની કાર ખરીદી છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે તેને કયુ વેરિએન્ટ ખરીદ્યુ છે. બીએમડબલ્યૂ ઇન્ડિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કારની સાથે નોરાની કેટલીક તસવીરો પણ શેર કરી છે. (તસવીર: bmwindia_official)
6/7
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અને બેસ્ટ ડાન્સર તરીકે ઓળખાતી નોરા ફતેહી નવા વર્ષ પહેલા પોતાના ઘરમાં નવી કારનુ સ્વાગત કર્યુ છે. નોરા ફતેહીએ બીએમડબલ્યૂ 5 સીરીઝની શાનદાર કાર ખરીદી છે, જેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. (તસવીર: bmwindia_official)