શોધખોળ કરો
Bharat Jodo Yatra: નર્મદા તટ પર બેઠા ધ્યાનમાં, બહેન પ્રિયંકા સાથે કરી આરતી, આ રીતે ભક્તિમાં લીન થયા રાહુલ ગાંધી
Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રાએ નીકળેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ નર્મદા કિનારે પહોંચ્યા બાદ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરી હતી અને નર્મદા આરતી પણ કરી હતી.

રાહુલ ગાંધી
1/6

નર્મદાની આરતી વખતે કોંગ્રેસના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીની યાત્રા શનિવારે મોરટક્કાથી શરૂ થશે.
2/6

શુક્રવારે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ખંડવાના ખેરડા ગામથી પોતાની યાત્રા શરૂ કરી હતી અને ઘણા વિસ્તારોમાંથી પસાર થયા બાદ સાંજે ઓમકારેશ્વર પહોંચ્યા હતા. અહીં રાહુલ ગાંધીએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરી, તેમની સાથે પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ હતા.
3/6

જે બાદ તેઓ નર્મદા કિનારે પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી અને નર્મદાની આરતી પણ કરી હતી. તેમણે દેશની એકતા અને શાંતિ માટે અહીં પૂજા પણ કરી હતી.
4/6

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથ, પ્રદેશ પ્રભારી જેપી અગ્રવાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ યાદવ, પૂર્વ મંત્રી સચિન યાદવ પણ હાજર હતા.
5/6

દેશ શનિવારે બંધારણ દિવસની ઉજવણી કરશે અને રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રાના ભાગરૂપે બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મસ્થળ મહુ પહોંચશે, જ્યાં તેઓ પુષ્પાંજલિ અર્પણ કરવા જઈ રહ્યા છે.
6/6

રાહુલ ગાંધીની યાત્રા શનિવારે મોરટક્કાથી શરૂ થશે.
Published at : 26 Nov 2022 09:11 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
