શોધખોળ કરો
Sarva Pitru Amavasya 2022: સર્વ પિતૃ અમાસે દામોદર કુંડમાં ઉમટ્યાં શ્રદ્ધાળુ, પિતૃઓને કર્યુ જલ અર્પણ, જુઓ તસવીરો
Pitru Paksh 2022: હિંદુ ધર્મમાં પૂર્વજોની તૃપ્તિ માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કર્મ કરવાનો નિયમ છે. આ કાર્ય માટે પિતૃપક્ષને હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં શ્રેષ્ઠ દિવસ તરીકે વર્ણવવામાં આવ્યો છે.
સર્વ પિતૃ અમાસ
1/10

આજે સર્વપિતૃ અમાસનો પર્વ છે ત્યારે જૂનાગઢના પ્રાચીન અને પૌરાણિક તીર્થસ્થાન દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
2/10

અહીં શ્રદ્ધાળુઓએ વિધિવત રીતે સ્નાન કર્યાં બાદ પિતૃઓને જલ અર્પણ કર્યું હતું.. આજના આ પાવન પર્વ નિમિતે ન માત્ર જુનાગઢ પરંતુ શહેર બહારથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે.
3/10

આ તકે તિર્થ પુરોહિતે જણાવ્યું હતું કે આજના દિવસનો આપણા શાસ્ત્રમાં વિશેષ મહિમા વર્ણવાયો છે.
4/10

તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા શ્રાદ્ધના દિવસે પિતૃઓને યાદ કરી જલ અર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય છે.
5/10

ઉલ્લેખનીય છે કે ભાદરવા માસ દરમિયાન દામોદર કુંડ ખાતે સ્નાન અને જલ અર્પણ કરવાનું વિષેશ મહત્વ રહ્યું છે.
6/10

હિન્દુ શાસ્ત્રોમાં પિતૃપક્ષના અંતિમ દિવસને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે. તેને મહાલય અમાવસ્યા પણ કહેવામાં આવે છે.
7/10

આ દિવસ લોકો પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કરીને પોતાના પૂર્વજોને વિદાય આપે છે.
8/10

જે લોકો પોતાના પૂર્વજોના મૃત્યુની તારીખ ભૂલી ગયા છે. તેઓ આ દિવસે પોતાના પૂર્વજોના નામ પર શ્રાદ્ધ કર્મ કરી શકે છે.
9/10

એવું માનવામાં આવે છે કે આ અમાસ પર શ્રાદ્ધ કરવાથી પૂર્વજોને મોક્ષ મળે છે અને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળે છે.
10/10

શાસ્ત્રોમાં પણ સર્વ પિતૃ અમાસનો મહિમા વર્ણવવામાં આવ્યો છે.
Published at : 25 Sep 2022 11:45 AM (IST)
આગળ જુઓ





















