શોધખોળ કરો
Dev Uthani Ekadashi 2023: દેવઉઠી એકાદશીએ જરૂર કરો આ કામ, ભગવાન વિષ્ણુના આશીર્વાદથી થશે તમામ કામ
દેવઉઠી એકાદશીનો દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આવો જાણીએ આ દિવસે કયું મહત્વનું કામ કરવું જોઈએ.
દેવઉઠી એકાદશીનું ખૂબ માહાત્મ્ય છે
1/6

કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ દેવઉઠી એકાદશીનો તહેવાર ઉજવવામાં આવે છે. જે લોકો આ દિવસે વ્રત રાખે છે અથવા પૂજા-અર્ચના કરે છે તેમણે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ.
2/6

તમામ એકાદશી વ્રતમાં દેવઉઠી એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું જોઈએ અને ઉપવાસનો સંકલ્પ પણ કરવો જોઈએ.
3/6

દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ. તેમજ તેમની આરતી પણ કરવી જોઈએ.
4/6

પૂજા સ્થળ અને ઘરની સફાઈ કરવી જોઈએ. ઘરના આંગણામાં ભગવાન વિષ્ણુનું ચરણ ચિન્હ બનાવવું જોઈએ.
5/6

દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન, "ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ" મંત્રનો જાપ કરવો જોઈએ.
6/6

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Published at : 21 Nov 2023 04:02 PM (IST)
આગળ જુઓ





















