બુધવારનો દિવસ શ્રીગણેશને સમર્પિત છે. ભગવાન શ્રી ગણેશ પ્રથમ પૂજ્ય દેવતા છે અને આદિકાલથી પૂજિત છે. માન્યતા છે કે જ્યાં ભગવાન શ્રી ગણેશ હોય છે ત્યાં સર્વ દેવી દેવતા બિરાજમાન છે.
2/5
જે લોકોની કુંડળીમાં બુધ દોષ હોય છે. તેમના માટે ભગવાન શ્રી ગણેશના વ્રત ખૂબ જ ફળદાયી હોય છે. બુધનો દોષ દૂર થશે અને ધન, નોકરી, વ્યવસાય પ્રાપ્તિમાં આવતા વિધ્ન દૂર છે. બધુ દોષ દૂર કરવા બુધવારનું વ્રત કરવું અને ભોજનમાં મગ અચૂક લેવા.
3/5
ઘર પરિવારમાં કોઇ વ્યક્તિ બીમાર રહેતું હોય તો ગોબરથી શ્રીગણેશની મૂર્તિ બનાવો અને તેનું પૂજન અર્ચન કરો. વાસ્તુદોષ દૂર કરવા શ્રીગણેશની બેઠી મૂર્તિનું પૂજન અર્ચન કરો. વાસ્તુ દોષ દૂર થશે.
4/5
ઘરના કોઇ ચોક્કસ ખૂણામાં કે જગ્યાએ વાસ્તુ દોષ હોય તો ઘરના ખૂણામાં સૂંદરમાં ઘી મિક્સ કરીને વાસ્તુ વાસ્તુદોષની જગ્યા પર સ્વતિક કરો અને ઘીનો દિવો કરો. વાસ્તુ દોષ દૂર થશે.
5/5
વાસ્તુ દોષ દૂર કરવા માટે ગણેશજીની મૂર્તિ ઘરના મુખ્ય દ્રાર પર અંદરની બાજુ લગાવો. ક્રિસ્ટલથી બનેલી ભગવાન ગણેશની મૂર્તિ ખૂબ પ્રભાવી છે. તેનાથી વાસ્તુ દોષ દૂર થવાની સાથે ઘરમાં સકારાત્મક ઊર્જા બની રહે છે