શોધખોળ કરો
In Pics: સર્વ પિતૃ અમાસ પર નદીમાં ડૂબકી લગાવવા ઉમટ્યા શ્રદ્ધાળુઓ..
Pitru Paksha 2022: પિતૃ પક્ષનો આજે અંતિમ દિવસ છે. જેને મહાલય અમાવસ્યા અને સર્વ પિતૃ અમાસ પણ કહેવામાં આવે છે.
સર્વ પિતૃ અમાસ
1/7

આ દિવસ લોકો પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કરીને પોતાના પૂર્વજોને વિદાય આપે છે.
2/7

જે લોકો પોતાના પૂર્વજોના મૃત્યુની તારીખ ભૂલી ગયા છે. તેઓ આ દિવસે પોતાના પૂર્વજોના નામ પર શ્રાદ્ધ કર્મ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ અમાસ પર શ્રાદ્ધ કરવાથી પૂર્વજોને મોક્ષ મળે છે અને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળે છે.
3/7

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સર્વ પિતૃ અમાસના દિવસે પીપળના વૃક્ષની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે સવારે વહેલા ઊઠીને પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે.
4/7

જો તમે પિતૃ પક્ષ દરમિયાન તર્પણ કરી શકતા નથી, તો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તર્પણ કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી.
5/7

સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે દાન કરવાથી પુણ્ય ફળ મળે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ચાંદીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
6/7

સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓના નામ પર અન્ન ગ્રહણ કરો. તેને ખુલ્લી જગ્યાએ રાખો. સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને ભોજન અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ આશીર્વાદ આપે છે.
7/7

તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
Published at : 25 Sep 2022 11:03 AM (IST)
આગળ જુઓ
Advertisement





















