શોધખોળ કરો
Shamlaji Temple: આજે મહા પૂર્ણિમા, શામળિયાના દ્વારા સવારથી જ લાંબી કતારો, હજારો ભક્તોએ કર્યા દર્શન, જુઓ
મહા પૂનમ નિમિત્તે આજે શામળાજી મંદિર ભક્તોથી ઉભરાયું, વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાગી કતારો

(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/8

Aravalli Shamlaji Temple: હિન્દુ સનાતન ધર્મમાં પંચાંગનું ખૂબ જ મહત્વ છે. પંચાંગ પ્રમાણે આજનો દિવસ શુભ દિવસ છે, કેમ કે આજે 24 ફેબ્રુઆરી, 2024 એ મહા પૂનમ છે, હિન્દીમાં આને માઘ પૂર્ણિમા પણ કહે છે.
2/8

હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. આ અંતર્ગત આજે ગુજરાતના મંદિરો ભક્તોથી ઉભરાયા છે. આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાનું સુપ્રિસદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તોનુંના ઘોડાપુર આવ્યુ છે.
3/8

મહા પૂનમ નિમિત્તે આજે સવારથી જ શામળાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.
4/8

આજે મંદિરમાં ભગવાનને વિશેષ શણગાર પણ કરાયો છે, સાથે સાથે ભગવાન શામળિયાને તુલસી સહિત પાંચ પ્રકારના ફૂલોના હાર પણ પહેરાવવામાં આવ્યા છે.
5/8

આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે મહા પૂનમનો મેળો ભરાયો છે. વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શને લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે,
6/8

સવારથી જ ભગવાનના દર્શન માટે પરિસરમાં લાંબી લાંબી લાઇનો લાગી છે. હિન્દુ ધર્મમાં મહા મહા પૂનમનું અનેરું મહત્વ છે. આ મહાપૂનમ નિમિતે કેટલાય ભક્તો પગપાળા ચાલીને ભગવાનના દ્વારે પહોચ્યા છે.
7/8

ભક્તોને દર્શનમાં કોઈ મુશ્કેલી ના પડે તે માટે ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આજે ભગવાન શામળિયાને વિશેષ પ્રકારનો શણગાર કરવામાં આવ્યો હતો,
8/8

ખાસ કરીને ભગવાન શામળિયાને તુલસી સહિત પાંચ પ્રકારના ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા હતા, અને મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Published at : 24 Feb 2024 12:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
