શોધખોળ કરો
Shrawan 2022: આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને શનિશ્વરી અમાસનો યોગ, શિવાલયોમાં ઉમટ્યાં ભક્તો
Shrawan 2022: આજે પવિત્ર શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ છે. આજે શનિશ્વરી અમાસનો પણ સંયોગ છે.
શ્રાવણના અંતિમ દિવસે શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ.
1/8

18 વર્ષ બાદ શ્રાવણ મહિનાના અંતિમ દિવસ અને શનિ અમાવસ્યાનો સંયોગ સર્જાયો છે. પંચાંગ અનુસાર આ વર્ષે અમાસ પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે.
2/8

અમદાવાદના રામેશ્વર મહાદેવના મંદિરે આજે 11111 રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. જેના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે.
3/8

શ્રાવણના અંતિમ દિવસે શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. વહેલી સવારથી જ ભક્તો ભોળાનાથના દર્શને ઉમટ્યા છે.
4/8

શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ હોવાથી આજે અનેક શિવાલયોમાં આજે લઘુરુદ્ર યજ્ઞનું પણ આયોજન કરાયું છે.
5/8

નિ અમાવસ્યાનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. પંચાંગ અનુસાર ભાદ્રપદની અમાવસ્યા તિથિ 27 ઓગસ્ટ શનિવારના રોજ આવી રહી છે. શનિવારે પડવાના કારણે તેને શનિશ્ચરી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે.
6/8

શ્રાવણ મહિનાના અંતિમ દિવસે અમાસ અને શનિવાર હોવાથી તેનું વિશેષ મહત્વ છે. આ દરમિયાન કેટલાક ખાસ કામ કરવા જોઈએ.
7/8

અમાવસ્યાના દિવસે શનિ સાડાસાતી અને પનોતીની અસરને ઓછી કરવા માટે રુદ્રાક્ષની માળા સાથે 108 વાર ૐ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
8/8

શનિ અમાવસ્યાના દિવસે દાનનું ખૂબ મહત્વ છે. તેથી આ દિવસે શનિદેવ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ, તેથી શનિશ્ચરી અમાવસ્યાના દિવસે લોટ, ખાંડ, કાળા તલ મિક્સ કરીને કીડીઓને ખવડાવો.
Published at : 27 Aug 2022 10:23 AM (IST)
આગળ જુઓ





















