શોધખોળ કરો
Gajlaxmi Rajyog 2023: મેષ રાશિમાં ગુરુના આગમનથી રચાયો ગજલક્ષ્મી યોગ, હવે ખુલશે આ લોકોના નસીબ
Gajlaxmi Rajyog Effects: આ સમયે મેષ રાશિમાં ગજલક્ષ્મી યોગ બની રહ્યો છે. ગજલક્ષ્મી રાજયોગના કારણે કેટલીક રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. આ રાશિના જાતકોને લક્ષ્મીજીની કૃપાથી લાભ થશે.
Gajlaxmi rajyog
1/5

સૂર્ય 14 એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. બીજી તરફ 22 એપ્રિલે મીન રાશિ છોડીને ગુરુ મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. રાહુ અહીં પહેલેથી જ હાજર છે.
2/5

જ્યારે રાહુ મેષ રાશિમાં હોય છે અને ગુરુ પણ તે રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ગજલક્ષ્મી યોગ બને છે. ગજલક્ષ્મી રાજયોગના કારણે કેટલીક રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. લક્ષ્મીજીની કૃપાથી આ રાશિના જાતકોને અપાર ધનની પ્રાપ્તિ થશે.
3/5

કર્ક- તમારી રાશિના 11મા ઘરમાં ગજલક્ષ્મી યોગ બની રહ્યો છે. માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આ સાથે જ તમને નોકરીમાં પણ સકારાત્મક પરિણામ જોવા મળશે. આ યોગથી સારું પ્રમોશન મળવાના ચાન્સ રહેશે. તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે અને તમને પરિવારનો સહયોગ મળશે. તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.
4/5

કન્યાઃ- કન્યા રાશિના લોકોના આઠમા ઘરમાં ગજલક્ષ્મી યોગ બને છે. તેનાથી તમારા વિવાહિત જીવનમાં મધુરતા વધશે. માન-સન્માનમાં વધારો થવાની સંભાવના પણ રહેશે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. નોકરી કે વેપારમાં સકારાત્મક પરિણામ જોવા મળશે.
5/5

તુલાઃ- તમારી રાશિના સાતમા ઘરમાં સૂર્ય અને ગુરુનો સંયોગ ઘણો લાભ લાવશે. આ રાજયોગના કારણે તમારા બધા અટકેલા કામ પૂરા થશે. આ યોગના પ્રભાવથી તમને આકસ્મિક ધન મળી શકે છે. તમને પૈતૃક સંપત્તિનો લાભ પણ મળી શકે છે.
Published at : 24 Apr 2023 03:19 PM (IST)
આગળ જુઓ




















