હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. ચૈત્ર નવરાત્રીના પાંચમા દિવસને લક્ષ્મી પંચમી કહે છે. આ દિવસે કેટલાક સરળ ઉપાયથી આપ ભૌતિક સંપદા પ્રાપ્ત કરી શકો છો.
2/7
ચૈત્ર શુક્લ પંચમીને લક્ષ્મી પંચમીના રૂપે મનાવવામાં આવે છે. આ વર્ષે લક્ષ્મી પંચમી 6 એપ્રિલ એટલે કે આજે છે.
3/7
આજના દિવસે મહાલક્ષ્મીનું વ્રત રાખવાથી મા લક્ષ્મીની કૃપા વધે છે અને જીવનમાં વૈભવ સુખની પ્રાપ્તિ થાય છે
4/7
આજના દિવસે મહાલક્ષ્મીની સાધના ઉપાસનાથી આર્થિક સંકટોથી મુક્તિ મેળવી શકાય છે.
5/7
લક્ષ્મી પંચમીએ માતા લક્ષ્મીનું સ્થાપન કરીને તેનું ષોડસોપચારે પૂજન કરો અને માતાને ગોળ, હળદર અને અનાજ અર્પિત કરો.
6/7
મા લક્ષ્મીને લાલ ફુલ અને ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર અર્પણ કરો,. ઉપરાંત આજના દિવસે મા લક્ષ્મીને ખીરનો ભોગ અવશ્ય લગાવો.
7/7
સાંજના સમયે શુભ મૂહૂર્તમાં મા લક્ષ્મીની આરતી કરો અને આ સમયે માતાને દૂધમાં સાકર નાખીને તેનો ભોગ લગાવો,આ પ્રસાદ સૌ કોઇને વહેચો. લક્ષ્મી પંચમીના અવસરે આ વિધાનથી પૂજા કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને જીવનમાં સુખ સંપદા પ્રાપ્ત થાય છે.