Zodiac Sign , Astrology : શનિવ દેવ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યાં છે. બાદ શનિદેવ વક્રી પણ થશે.જેની અસર ખાસ કરીને આ ત્રણ રાશિ પર વધુ થશે. જાણીએ રાશિફળ
2/5
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને તેમની રાશિ બદલવામાં લગભગ અઢી વર્ષનો સમય લે છે. વર્ષ 2022માં શનિ ગ્રહ એક જ વર્ષમાં બે વાર રાશિ બદલી રહ્યો છે. જે ખાસ માનવામાં આવે છે. સામાન્ય પ્રક્રિયા હેઠળ શનિદેવ માત્ર એક જ વાર રાશિ પરિવર્તન કરશે. તો બીજી વખત રાશિપરિવર્તન થશે. પંચાંગ અનુસાર, 29 એપ્રિલ 2022ના રોજ શનિ રાશિ પરિવર્તન કરશે. પછી 5 જૂન, 2022 થી, તેમની વક્રી ચાલ શરૂ કરશે. આ પછી, 12 જુલાઈ, 2022 થી, શનિદેવ ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં 17 જાન્યુઆરી, 2023 સુધી રાશિદેવ રહેશે. શનિદેવનું રાશિ પરિવર્તન આ ત્રણ રાશિ માટે કસોટીકાળ સમાન સાબિત થઇ શકે છે.
3/5
મિથુન રાશિ- ધનના મામલે આ રાશિના લોકોએ વિશેષ ધ્યાન રાખવું પડશે.ધનની બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે. આ શનિનું રાશિ પરિવર્તન મિથુન રાશિની ધનની સ્થિતિ અને સ્વાસ્થ્યની સ્થિતિ પર વધુ વિપરિત પ્રભાવ પાડશે. જેથી આ બંને બાબતે ધ્યાન રાખવું જરૂરી છે.
4/5
કર્ક રાશિ- શનિના રાશિ પરિવર્તનના કારણે જોબ અને કરિયરમાં વિધ્નનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં આપના પ્રતિસ્પર્ધકો આપને નુકસાન પહોંચાડી શકે છે. બિઝનેસમાં લાભની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ અને કઠોર પરિશ્રમ કરવો પડી શકે છે.
5/5
વૃશ્ચિક રાશિ- વૃશ્ચિક રાશિ માટે માનસિક તણાવ વધી શકે છે, પરિશ્રમ કર્યાં બાદ પણ બની શકે કે આપને યોગ્ય પરિણામ સમયસર ન મળે. આ સમયે ધૈર્ય અને ગંભીરતાનો પરિચય આપવો પડશે. વાણીમાં મધુરતા રાખો. થોડી પણ લાપરવાહી ભારે પડી શકે છે. શનિવારે શનિદેવના મંદિરે અથવા હનુમાનજીના મંદિરે સરસવનો તેલ અર્પણ કરવાથી રાહત રહેશે