શોધખોળ કરો
Budh Gochar 2024: વૃષભ રાશિમાં બુધનું ગોચર આ રાશિની વધારશે મુશ્કેલી, રોકાણ માટે નથી સારો સમય
31 મેએ ગ્રહોના રાજકુમાર બુધ તેમની રાશિ બદલવા જઈ રહ્યા છે. આ રાશિ પરિવર્તનની અસર 5 રાશિઓ પર જોવા મળશે, આ રાશિઓની આર્થિક સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

અગાઉ, બુધ ગ્રહ 10 મે, 2024 ના રોજ મેષ રાશિમાં પ્રવેશ્યો હતો. બુધનું ગોચર ઘણી રાશિઓ માટે આર્થિક તંગી સર્જી શકે છે. આવો જાણીએ એ કઈ રાશિ છે જેને બુધ વૃષભમાં જવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
2/6

મેષ-મેષ રાશિના જાતકોએ આ સમયગાળામાં પોતાના ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. તમારું બજેટ બનાવો અને વસ્તુઓને સંતુલિત રાખો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જે ભવિષ્યમાં તમારા માટે સારું રહેશે.
3/6

મિથુન-મિથુન રાશિના જાતકોએ બુધના ગોચર દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે. આ સમયગાળા દરમિયાન તમારા પૈસા વધુ ખર્ચ થઈ શકે છે. જેના કારણે તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવા પડી શકે છે. જીવનની સમસ્યાઓના કારણે તમે તણાવ અનુભવી શકો છો.
4/6

સિંહ -સિંહ રાશિના જાતકોએ આ સમયમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. વૃષભ રાશિમાં બુધના સંક્રમણને કારણે સિંહ રાશિના લોકોને નુકસાન થવાની સંભાવના છે. પૈસા સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલા સમજી વિચારીને કરો અથવા કોઈ વડીલની સલાહ લો. સિંહ રાશિના લોકોની આર્થિક સ્થિતિ માટે આ સંક્રમણ શુભ સાબિત નહીં થાય.
5/6

તુલા-તુલા રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. નહિ તો આર્થિક તંગીં સપડાઇ જશો
6/6

વૃશ્ચિક-જ્યારે બુધ વૃષભ રાશિમાં સંક્રમણ કરે છે ત્યારે પૈસાની બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. આ સમયગાળા દરમિયાન કોઈ નવું રોકાણ ન કરો. જીવનમાં સંતુલન જાળવો અને દરેક કાર્યને સમજદારીપૂર્વક કરો.
Published at : 22 May 2024 02:48 PM (IST)
આગળ જુઓ





















