શોધખોળ કરો
Amitabh Bachchan Car Collection: મિની કૂપરથી લઈ રોલ્સ રોયસ સુધી, આ લક્ઝરી કાર્સના માલિક છે બિગ બી
Amitabh Bachchan Birthday: અભિનય સિવાય અમિતાભ બચ્ચનને કારનો પણ ઘણો શોખ છે. આ જ કારણ છે કે તેના કાર કલેક્શનમાં રોલ્સ રોયલ, મિની કૂપર, રેન્જ રોવર જેવી કાર સામેલ છે.
બચ્ચનનું કાર કલેકશન
1/7

બોલીવુડના બાદશાહ અમિતાભ બચ્ચને હિન્દી સિનેમાને અસંખ્ય સુપરહિટ અને યાદગાર ફિલ્મો આપી છે. બિગ બી આજે 11 ઓક્ટોબરે 80 વર્ષના થઈ રહ્યા છે.
2/7

આવી સ્થિતિમાં, તેમના ફિલ્મી કરિયર વિશે દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે અમિતાભ બચ્ચનને કારનો ખૂબ જ શોખ છે. આ જ કારણ છે કે તેની પાસે રોલ્સ રોયલથી લઈને મિની કૂપર સુધીનું કલેક્શન છે….આવો, તમને તસવીરોમાં અમિતાભ બચ્ચનની ભવ્ય કાર બતાવીએ
3/7

બિગ બી પાસે રોલ્સ રોયલ, મિની કૂપર છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેમની પાસે 180 ડિગ્રી સુધી ફરતી કાર પણ છે. ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાએ બિગ બીને રોલ્સ રોયલ ફેન્ટમ કાર ભેટમાં આપી, જેની કિંમત 4 કરોડથી 8.25 કરોડ છે.
4/7

રેન્જ રોવર પણ બિગ બીના કાર કલેક્શનમાં સામેલ છે. આ રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી LWD 4.4-લિટર V8 ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે. જેની કિંમત 49 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
5/7

બિગ બીની મિની કૂપરની આ કાર તેમને પુત્ર અભિષેક બચ્ચને ભેટમાં આપી હતી. જણાવી દઈએ કે આ કારની કિંમત 26.6 થી 29.9 લાખ રૂપિયાની વચ્ચે છે.
6/7

આ સિવાય બિગ બી પાસે મર્સિડીઝ બેન્ઝ વી-ક્લાસ MPV કાર પણ છે. જે તેના ફીચર્સ અને લક્ઝુરિયસ ઈન્ટીરીયર માટે પ્રખ્યાત છે. કારની કિંમત 68.40 લાખ રૂપિયાથી શરૂ થઈને 81.90 લાખ રૂપિયા છે.
7/7

આ સાથે બિગ બી પાસે બેન્ટલી કોન્ટિનેંટલ જીટી લક્ઝરી કાર પણ છે. જેની કિંમત 4.04 કરોડથી શરૂ થાય છે. કંપની અનુસાર, આ કાર માત્ર 3.7 સેકન્ડમાં 100kmphની સ્પીડ પકડી લે છે. આ સિવાય અમિતાભ પાસે Mercedes SL500, Lexus LX470, BMW X5, BMW 7 સિરીઝ અને મર્સિડીઝ S320 કાર પણ છે.
Published at : 11 Oct 2022 11:37 AM (IST)
આગળ જુઓ





















