શોધખોળ કરો
Photos: નવી Lamborghini લઈને મંદિરમાં પૂજા કરાવવા પહોંચી શ્રદ્ધા કપૂર, કારને કરી અગરબત્તી
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. શ્રદ્ધા કપૂર પોતાની સાદગીને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તે કોઈ ફિલ્મને કારણે નહીં પરંતુ પોતાની કારને કારણે ચર્ચામાં છે.

નવી કારની પૂજા કરતી શ્રદ્ધા કપૂર
1/8

શક્તિ કપૂરની લાડકી દીકરી શ્રદ્ધાએ હાલમાં જ એક નવી લેમ્બોર્ગિની કાર ખરીદી છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2/8

કાર ખરીદ્યા બાદ શ્રદ્ધા સૌથી પહેલા મંદિર પહોંચી હતી. અભિનેત્રીની તસવીરો સામે આવી છે જેમાં તે પોતાની નવી કાર સાથે મુંબઈના ઈસ્કોન મંદિરમાં જોવા મળી રહી છે.
3/8

મંદિરના પૂજારી શ્રદ્ધાની કાર પર તિલક લગાવી રહ્યા છે અને અભિનેત્રી તેમની સાથે બેઠી છે. અભિનેત્રીના ચહેરા પર તેની નવી કારની ખુશી અને ઉત્સાહ સ્પષ્ટ દેખાય છે.
4/8

શ્રદ્ધાએ પોતાની કારમાં અગરબત્તીઓનો ધુમાડો પણ બતાવ્યો. લોકો ન માત્ર અભિનેત્રીને નવી કાર ખરીદવા માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે પરંતુ તેની સાદગીના વખાણ પણ કરી રહ્યા છે.
5/8

આટલી લક્ઝરી સ્પોર્ટ્સ કાર ચલાવવા છતાં, શ્રદ્ધા ફેશનેબલ કપડાંમાં નહીં પરંતુ સાદા કોટન સૂટમાં જોવા મળે છે અને તેના ચાહકોને આ ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
6/8

શ્રદ્ધાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે ફિલ્મ તુ ઝથી મેં મક્કરમાં જોવા મળી હતી. હવે અભિનેત્રી તેની હોરર-ડ્રામા ફિલ્મ સ્ત્રી 2 માં જોવા મળશે.
7/8

શ્રદ્ધા કપૂરે ખરીદેલી આ નવી કારની કિંમત 4 કરોડ રૂપિયા છે.
8/8

શ્રદ્ધા કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
Published at : 25 Oct 2023 03:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
