શોધખોળ કરો
Tata Harrier 2023નું બુકિંગ શરૂ, જાણો નવા ચેન્જીસ બાદ કેવા કેવા મળ્યા દમદાર ફિચર્સ.....
ટાટા મૉટર્સે પોતાના આવનારા અપડેટેડ મૉડલ 2023 હેરિયર એસયૂવી માટે બુકિંગ શરૂ કરી દીધુ છે.

ફાઇલ તસવીર
1/7

2023 Tata Harrier Booking: ટાટા મૉટર્સે પોતાના આવનારા અપડેટેડ મૉડલ 2023 હેરિયર એસયૂવી માટે બુકિંગ શરૂ કરી દીધુ છે.
2/7

નવા અપડેટેડ હેરિયરના એક્સટીરિયરમાં કંઇક ખાસ ફેરફાર નથી કરવામાં આવ્યો, પરંતુ કેબિન અને સેફ્ટી ફિચર્સમાં સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવી હેરિયર હવે ADAS સિસ્ટમ વાળી હશે, સાથે જ આમાં બીજા કેટલાય ફેરફારો કરવામાં આવ્યા છે.
3/7

કેવો હશે લૂક ? Tata Motorsએ હેરિયરની હાલની ડિઝાઇનમાં કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો. આ કારમાં 17 ઇંચના ડાયમન્ડ કટ એલૉય વ્હીલ, જેનૉન એચઆઇડી પ્રૉઝેક્ટર હેડલેમ્પ, 3ડી એલઇડી ટેલલેમ્પ અને ગ્લાસ એરિયાની આસપાસ ક્રૉમ ફિનિશ આપવામાં આવ્યુ છે.
4/7

કેવુ હશે ઇન્ટીરિયર - Harrierના ઇન્ટીરિયરની વાત કરીએ તો આમાં ઘણાબધા ફેરફારો કરવામાં આવ્યા છે. આની સીટ્સથી લઇને ડેશબૉર્ડ સુધી બધુ બિલકુલ નવુ છે. આના અપફ્રન્ટમાં એક નવી 7 ઇંચની ફૂલી ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યુ છે, જેમાં ઘણાબધા ઇનબિલ્ટ ફન્ક્શન્સ પણ છે.
5/7

આની નવી 12 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફૉટેનમેન્ટ ખુબ સ્મૂથ અને ફાસ્ટ છે. સાથે જ આમાં જીબીએલનુ 9- સ્પીકર ઓડિયો સિસ્ટમ પણ આપવામાં આવી છે. આ કારમાં હવે IRA-કનેક્ટેડ કાર સૂઇટ આપવામાં આવ્યુ છે, જેમાં રિમૉટ કમાન્ડ, જિયૉફેન્સિંગ, ઓટીએ અપડેટ વ્હીકલ સૉલ્યૂશન સહિત અનેક નવા સેફ્ટી ફિચર્સ આપવામાં આવ્યા છે.
6/7

ADAS વાળી હશે નવી કાર - 2023 Tata Harrier માં લેવલ 2 ADAS સિસ્ટમ પમ મળશે, જેમાં ફ્રન્ટ કૉલિશન એલર્ટ, ઓટૉમેટિક ઇમર્જન્સી બ્રેક, ટ્રાફિક સાઇન રિક્ગનાઇઝેશન, હાઇ-બીમ આસિસ્ટ લેન્ડ ડિપાર્ટર વૉર્નિંગ, બ્લાઇન્ડ સ્પૉટ ડિટેક્શન, લેન ચેન્જ એલર્ટ અને રિયર કૉલિશન એલર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.
7/7

બુકિંગ - 2023 ટાટા હેરિયર માટે કંપનીએ બુકિંગ શરૂ કરી દીધુ છે. જેમાં ગ્રાહક ઓનલાઇન કે ડીલરશીપ દ્વારા બુકિંગ કરી શકે છે. આ માટે તેમને 30,000 રૂપિયાની ટૉકન ફી જમા કરાવવી પડશે.
Published at : 16 Feb 2023 06:38 PM (IST)
આગળ જુઓ
Advertisement