શોધખોળ કરો

ICAI : આઈસીએઆઈનો પદવીદાન સમારંભ યોજાયો, ગુજરાતના 800થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને પદવી એનાયત

દેશના 12 કેન્દ્રો ઉપર સીએ પદવીદાન સમારંભ યોજાયા છે જેમાં 15,000થી વધુ નવાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને પદવી એનાયત કરવામાં આવી છે. ગુજરાતમાં કુલ 800 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને પદવી એનાયત કરવામાં આવી.

આઈસીએઆઈનો પદવીદાન સમારંભ યોજાયો

1/8
ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય કન્વેનશન સેન્ટર ખાતે તાજેતરમાં પાસ થયેલા નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ માટે પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો.

2/8
આ પદવીદાન સમારંભમાં ચીફ ગેસ્ટ તરીકે આઈસીએઆઈનાં પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટી, અતિથી વિશેષ તરીકે ઝેનિથ હેલ્થકેરના ફાઉન્ડર સીએ મહેન્દ્ર રાયચા, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલ, સેન્ટર કાઉન્સિલ મેમ્બર સીએ વિશાલ દોશી, અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ (ડૉ) અંજલિ ચોક્સી, અમદાવાદ બ્રાન્ચના સેક્રેટરી સીએ અભિનવ માલવિયા સહિત તમામ હોદ્દેદારો અને 800થી વધુ પાસ થયેલા સીએ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતાં.

3/8
આઈસીએઆઈનાં પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સીએ બનનારાઓની સંખ્યા 3 થી 5 ટકા જેટલી હતી. જ્યારે હવે ડિઝિટલાઈઝેશનના જમાનામાં રિસોર્સિસ વધવાના કારણે પરિણામની ટકાવારી વધી છે. કાર્યક્રમમાં હાજર રહેલા તાજેતરમાં પાસ થયેલા નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને સીએ વ્યવસાય અંગે પ્રોત્સાહિત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આપણું ધ્યેય હંમેશા ઊંચું હોવું જોઈએ, અને નેશન ફસ્ટની ભાવના હોવી જોઈએ. ભવિષ્યમાં ઉભી થનારી દરેક તક ઝડપી લેવા ઉત્સુક રહેજો.

4/8
આઈસીએઆઈનાં પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ ત્રણ લેશન ઉપર ભાર મૂકતાં જણાવ્યું હતું કે જીવનમાં તમે આંતરિક ઊર્જાસભર અને આંતરિક રીતે પ્રેરાઈને તમારા ક્લાયન્ટને યોગ્ય સલાહ આપો, ટાઈમ મેનેજમેન્ટ કરો અને હંમેશા હાર્ડવર્ક કરો.

5/8
આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચ દ્વારા આયોજીત પદવીદાન સમારંભમાં અતિથી વિશેષ તરીકે હાજર રહેલા ઝેનિથ હેલ્થકેર.ના ફાઉન્ડર સીએ મહેન્દ્ર રાયચાએ તાજેતરમાં પાસ થયેલા દેશના તમામ નવા સીએને અભિનંદન આપતાં તેમણે જણાવ્યું હતું કે, બધાંજ પ્રોફેશનમાં સૌથી મહત્વનું પ્રોફેશન સીએ પ્રોફેશન છે, જેની સૌથી અધરી પરીક્ષામાં આપ ઉતીર્ણ થયા છો અને ભગવાનના આશીર્વાદ આપને પ્રાપ્ત થયા છે તેને સાર્થક કરવા આજે એક નિયમ લો કે તમે તમારા ક્લાયન્ટને ક્યારેય ખોટું માર્ગદર્શન કે સલાહ નહીં આપો. તેઓએ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને પ્રોત્સાહિત કરવા પોતાનું જ ઉદાહરણ આપ્યું હતું કે હું સીએ થઈને હેલ્થકેર સંસ્થા ચલાવું છું, એટલે આપ પણ સીએ થયા છો તો તમારુ લક્ષ્ય ઊંચું રાખશો તો કોઈ પણ ફીલ્ડમાં તમારી આવડતના આધારે સફળતા પ્રાપ્ત કરી શકશો.

6/8
સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે દરેક સીએની સાઈન દેશના વડાપ્રધાનની સાઈન જેટલી જ સશક્ત હોય છે. દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શબ્દો મુજબ સીએની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા તમામ નવા સીએ દેશના ચોકીદાર છે. આપણે આપણા રાષ્ટ્રને આર્થિક રીતે સધ્ધર બનાવવા અને દેશના અર્થતંત્રને વિકાસશીલ બનાવવા ક્યારેય કોઈ શોર્ટકટનો ઉપયોગ નહીં કરવાનો, વૈશ્વિક પરિસ્થિતિનો સામનો કરવા અને દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપવા આપણે હંમેશા તત્પર રહેવાનું છે.

7/8
સેન્ટર કાઉન્સિલ મેમ્બર સીએ વિશાલ દોષી સીએની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા નવા નવયુવાન સીએને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સીએની પરીક્ષા પાસ થઈ જવાથી બધું પુરૂ નથી થઈ જતું, અહીં રોજ નવી ચેલેન્જ આવશે, અને તેનો સામનો કરવા અને તેનું સોલ્યુશન લાવવા તમારે તમારી જાતને હંમેશા અપગ્રેડ રાખવી પડશે. તમારા ભવિષ્યને સફળ બનાવવા લેવા પડતાં દરેક નિર્ણયમાં ચેલેન્જ અને રિસ્ક બંને રહેશે પરંતુ તમારી આવડત અને મહેનત તમને જરૂરથી સફળ બનાવશે.

8/8
આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ (ડૉ) અંજલિ ચોક્સીએ પદવીદાન સમારંભમાં હાજર રહેલા તમામ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અને તેમના માતાપિતાને તેમના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગ્ય દિશાની પસંદગી કરાવી તે બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે પ્રોફેશનલ કોર્સમાં સૌથી અધરી પરીક્ષા સીએ પ્રોફેશનલની હોય છે, જેમાં ઉતીર્ણ થયેલા તમામ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસે સમાજપયોગી કાર્ય કરવા હંમેશા તત્પર રહેવાનું છે. તેમજ આઈસીએઆઈએ બ્રાન્ડ નેમ છે, તેનો દેશના અર્થતંત્રને વેગવંતુ રાખવામાં ખૂબ જ મહત્વનો ભાગ છે, દેશને આર્થિક રીતે મજબૂત કરવાના પાયાના ઘડતરમાં આઈસીએઆઈનું યોગદાન અત્યંત ઉપયોગી હોય છે.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે

દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ

Embed widget