Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?
રાજ્યના શહેર કે પંચાયતોના નાગરિકો જો વેરો ભરવામાં મોડું કરે તો પ્રશાસન ઢોલ વગાડીને ઉઘરાણી કરવામાં મોડું કરતું નથી....પરંતુ આ જ નગરપાલિકા, મહાનગરપાલિકા કે ગ્રામપંચાયતોનું પ્રશાસન રાજ્યની પાણી પૂરવઠાના હજારો કરોડો રૂપિયા ચૂકવવામાં સમજતું નથી....નર્મદા નિગમ હોય, પાણી પુરવઠા બોર્ડ હોય કે વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના હજારો કરોડો રૂપિયાની બાકી લેણાની રકમ વસૂલવા માટે રાજ્ય સરકાર કોઈ કાર્યવાહી પણ કરતી નથી...પરિણામે તેમના લેણાં સલવાયેલા જ રહે છે....હવે જોઈએ કોની પાસે કેટલું લેણું વસુલવાની બાકી છે તેની વાત કરીએ તો,
----------------------
નપા, મનપા પાસે પાણી પુરવઠા વિભાગની બાકી રકમ
14 મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી 8 હજાર 430 કરોડ વ્યાજ સાથેની બાકી રકમ
45 નગરપાલિકા પાસેથી 1 હજાર 91 કરોડ વ્યાજ સાથે વસૂલવાના બાકી
3 નગર પંચાયત/ ગ્રામ પંચાયત પાસે 196 કરોડ રૂપિયા લેવાના બાકી
120 જન આરોગ્ય અને પાણી પુરવઠા યોજનાના 556 કરોડ રૂપિયા લેવાના બાકી
કુલ 184 પાણી લેતી સંસ્થાઓ પાસેથી 10 હજાર 97 કરોડ રૂપિયા વ્યાજ સાથે પાણી પૂરવઠા વિભાગને વસૂલવાના બાકી છે....
============
હવે તમને નવાઈ લાગશે કે આટલા કરોડ રૂપિયાની બાકી કેમ બોલે છે....આ વાત આપણે એક માત્ર રાજકોટ શહેરના ઉદાહરણથી સમજીએ....રાજકોટ મહાનગરપાલિકાએ પાણી પુરવઠા બોર્ડ અને વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને 984 કરોડ ચૂકવવાના બાકી છે....હવે તેના મૂળમાં જઈએ તો, મહાનગરપાલિકાના વિસ્તારમાં 30 હજાર એવા ભૂતિયા કનેક્શન છે જેમના 225 કરોડ રૂપિયા લેવાના બાકી છે....હવે આ રૂપિયા ન આવે તો તેની માંડવાળી કરવી પડે....એટલું જ નહીં, કેન્દ્ર અને રાજ્ય સરકારની 20 જેટલી સરકારી કચેરીઓ પાસેથી પણ પાણીવેરા સહિત વિવિધ વેરાની 97 કરોડની બાકી રકમ વસુલવાની બાકી છે....





















