શોધખોળ કરો
Income Tax Recruitment 2024: ઇન્કમ ટેક્સમાં નોકરી મેળવવાની શાનદાર તક, 56,000થી પણ વધુ મળશે પગાર
Income Tax Jobs 2024: ઇન્કમટેક્સ વિભાગે (Income Tax Department) તમિલનાડુ અને પુડુચેરી પ્રદેશ માટે શાનદાર તક પૂરી પાડી છે. જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે આ એક ગોલ્ડન તક છે.

પ્રતિકાત્મક તસવીર
1/6

Income Tax Jobs 2024: ઇન્કમટેક્સ વિભાગે (Income Tax Department) તમિલનાડુ અને પુડુચેરી પ્રદેશ માટે શાનદાર તક પૂરી પાડી છે. જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે આ એક ગોલ્ડન તક છે. વિભાગે ગ્રુપ 'C' કેડર હેઠળ કેન્ટીન અટેન્ડન્ટની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો tincometax.gov.in ની મુલાકાત લઈને આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારોએ 22 સપ્ટેમ્બર 2024ના રોજ અથવા તે પહેલાં અરજી કરવી પડશે.
2/6

ઇન્કમટેક્સ વિભાગ આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 25 જગ્યાઓ ભરશે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા તમામ ઉમેદવારો માટે સૌ પ્રથમ તેઓ તમામ માર્ગદર્શિકા અને પાત્રતાની શરતોને કાળજીપૂર્વક વાંચે તેની સલાહ આપવામા આવે છે.
3/6

ઇન્કમટેક્સ ભરતી 2024 માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્ય બોર્ડમાંથી મેટ્રિક (10મું) અથવા તેની સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
4/6

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ વય મર્યાદા 22 સપ્ટેમ્બર 2024 સુધી લાગુ રહેશે. સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 18,000 થી 56,900 રૂપિયા સુધીનો પગાર મળશે, જે સરકારી પગાર ધોરણ મુજબ આપવામાં આવશે.
5/6

સત્તાવાર નોટિફિકેશન અનુસાર આ ભરતી માટે પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. ઉમેદવારોના પ્રદર્શનના આધારે અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો ઇન્કમટેક્સ વિભાગની સત્તાવાર વેબસાઇટ tincometax.gov.in પર જઈને અરજી કરી શકે છે.
6/6

અરજી કરતા પહેલા ઉમેદવારોએ તમામ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને તૈયાર રાખવા જોઈએ. આ અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2024 છે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.
Published at : 20 Sep 2024 08:34 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
