શોધખોળ કરો
Powergrid Jobs 2024: પાવરગ્રીડમાં નોકરી કરવાની શાનદાર તક, મળશે 120000 સુધીનો પગાર
Powergrid Jobs 2024: પાવરગ્રીડે સેક્રેટરી પ્રોફેશનલની જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો પાવર ગ્રીડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
Powergrid Jobs 2024: પાવરગ્રીડ દ્વારા ભરતીની બહાર પાડવામાં આવી છે. જે મુજબ સંસ્થામાં સેક્રેટરી પ્રોફેશનલ્સની જગ્યાઓ ભરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
1/5

જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માગે છે તેઓ અધિકૃત સાઇટ powergrid.in પર જઈને અરજી કરી શકે છે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 મે 2024 નક્કી કરવામાં આવી છે.
2/5

સેક્રેટરી પ્રોફેશનલ્સની જગ્યાઓ ભરતી અભિયાન દ્વારા ભરવામાં આવશે. અભિયાન દ્વારા 12 જગ્યાઓ ભરવામાં આવશે. અરજદાર ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયા (ICSI) ના સહયોગી સભ્ય હોવા આવશ્યક છે. આ સિવાય ઉમેદવારને તેના ચોક્કસ ડોમેનમાં સંબંધિત વર્ષોનો અનુભવ હોવો જોઈએ.
Published at : 10 May 2024 07:05 AM (IST)
આગળ જુઓ





















