શોધખોળ કરો
Aarti Singh Wedding: આરતી સિંહ સંગીત સેરેમનીમાં જોવા મળી રોમેન્ટીક મૂડમાં, આપ્યા શાનદાર પોઝ, જુઓ તસવીરો
Aarti Singh Wedding: ગોવિંદાની ભત્રીજી આરતી સિંહના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. હલ્દી સમારોહ પછી, ગઈકાલે રાત્રે આરતીનો ભવ્ય સંગીત સમારોહ થયો. તેની તસવીરો પણ સામે આવી છે.

તસવીર ઇન્સ્ટામાંથી
1/8

કૃષ્ણા અભિષેકની બહેન અને અભિનેત્રી આરતી સિંહના સંગીત સમારોહનું પણ ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહેલી આરતી સિંહ તેના ભાવિ વર રાજા દીપક ચૌહાણ પર ઘણો પ્રેમ વરસાવતી જોવા મળી હતી.
2/8

આરતી સિંહ 25 એપ્રિલે પોતાના સપનાના રાજકુમાર દીપક ચૌહાણ સાથે લગ્ન કરવા જઈ રહી છે. હાલમાં અભિનેત્રીના પ્રી- વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે. ગઈકાલે રાત્રે આરતી સિંહનો સંગીત સેરેમની ફંકશન હતી.
3/8

આરતી સિંહ અને દીપક ચૌહાણના સંગીત ફંક્શનની આકર્ષક તસવીરો પણ સામે આવી છે. તસ્વીરોમાં બંનેના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે.
4/8

આરતી અને દીપકે તેમના સંગીત ફંક્શનમાં એથનિક લૂક પહેર્યો હતો. આરતીએ સ્લીવલેસ બ્લાઉઝ સાથે ભારે લીલા રંગનો લહેંગા પહેર્યો હતો. આ સાથે તેણે હેવી જ્વેલરી અને હાથમાં રંગબેરંગી બંગડીઓ પણ પહેરી હતી. આરતી તેના સંગીત ફંક્શનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે તેના મંગેતર દીપકે ધોતી-કુર્તો પહેર્યો હતો. આ લુકમાં બંને અદભૂત દેખાઇ રહ્યા હતા.
5/8

આરતી તેના સંગીત ફંક્શનમાં તેના મંગેતર સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. આ તસવીરમાં તે તેના ભાવિ કેશ સંવારતી જોવા મળી રહી છે.
6/8

સંગીત ફંક્શનમાં, આરતી તેના ભાવિ પતિ દીપક સાથે રોમાંસ કરતી જોવા મળી હતી. આ તસવીરમાં અભિનેત્રી તેના મંગેતરના ગાલ પર કિસ કરતી જોવા મળી રહી છે.
7/8

આ પછી દીપક ચૌહાણ પણ તેની ભાવિ પત્ની આરતી સિંહ પર પ્રેમ વરસાવતો જોવા મળી રહ્યો છે.
8/8

આ તસવીરમાં દીપક ચૌહાણ આરતી સિંહને કપાળ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે. કપલના સંગીત ફંક્શનની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.આરતી સિંહ અને દીપક ચૌહાણે પણ પેપ્સ માટે અનેક પોઝ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે અભિનેત્રી દીપક ચૌહાણ સાથે 25 એપ્રિલે લગ્ન કરશે.
Published at : 24 Apr 2024 07:31 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ગુજરાત
ગેજેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
