Rhea Chakraborty New Photo: બૉલીવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી માટે વર્ષ 2020 ખુબ ખરાબ સાબિત થયું હતુ. ગયા વર્ષે તમામ ઉથલ-પુથલ બાદ રિયાએ ઇન્સ્ટાગ્રામ પર પૉઝિટીવ પૉસ્ટ નાંખવાની શરૂ કરી દીધી છે. સોશ્યલ મીડિયા દ્વારા તે ફેન્સને પોતાના જીવનની દરેક વાત બતાવી રહી છે. રિયા પોતાના અતીતમાંથી બહાર આવવાની કોશિશ કરી રહી છે. તાજેતરમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવી તસવીર શેર કરી છે.
2/5
તાજેતરમાં જ શેર કરવામાં આવેલી તસવીરમાં રિયા ચક્રવર્તી એકદમ ગ્લેમરસ લૂકમાં દેખાઇ રહી છે. તેને તસવીરમાં રિયા એકદમ ગ્લેરમરસ લૂકમાં દેખાઇ રહી છે. તેને તસવીરમાં એકદમ લેંઘો પહેરેલો છે અને કેપ્શનમાં લખ્યું- ‘ઠહરાવ’ રિયાની આ તસવીર સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, રિયા ગયા વર્ષ 2020માં સોશ્યલ મીડિયા બહુ એક્ટિવ ન હતી દેખાતી, પરંતુ હવે વધુ એક્ટિવ રહે છે.
3/5
રિયા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે સોશ્યલ મીડિયા પર દરરોજ નવી નવી તસવીરો શેર કરતી રહે છે. પૉસ્ટ પર પ્રતિક્રિયા આપતા એક ફેને લખ્યું- ચલતે રહો રિયા હમ સબ તુમ્હારે સાથ હૈ. એક અન્ય યૂઝરે લખ્યું- તમે અદભૂત છો ભગવાન તમને આશીર્વાદ આપે. આ ઉપરાંત બીજા કેટલાય ફેન્સે તેની તસવીર પર પ્રતિક્રિયા આપી છે.
4/5
છેલ્લા કેટલાય સમયથી રિયા ફેન્સને પૉસ્ટ શેર કરી પોતાની લાઇફની ઝલકીયો આપી રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી રિયાએ પોતાના કેટલાય વીડિયો શેર કર્યા છે. રિયા પર 2020 માં તેના લવર સુશાંત સિંહ રાજપૂતના મોતના સંબંધમાં આત્મહત્યા માટે ઉકસાવવા અને મની લૉન્ડ્રિંગનો આરોપ લગાવ્યો હતો.
5/5
દિવંગત અભિનેતાના પિતાએ રિયા અને તેના પરિવાર વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યો હતો, રિયા સાથે પુછપરછ ઇડી, સીબીઆઇ અને એનસીબીએ કરી હતી, અને તેને ડ્રગ્સ સાથે જોડાયેલા એક કેસ મામલામાં જેલમાં પણ રહેવુ પડ્યુ હતુ. બાદમાં તે જેલમાંથી બહાર આવી હતી.