શોધખોળ કરો
Ranbir Kapoor Ganpati Visarjan: અભિનેતા રણબીર કપૂરે આલિયા વગર કર્યું ગણપતિ વિસર્જન, જુઓ તસવીરો
Ranbir Kapoor Ganpati Visarjan: ગણેશ ચતુર્થી પર બાપ્પાની સ્થાપના કર્યા બાદ હવે અભિનેતા રણબીર કપૂરે તેની માતા નીતુ કપૂર સાથે ગણપતિ વિસર્જન કર્યું હતું. હાલમાં તેમની તસવીરો સામે આવી છે.
બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂરે ગણપતિજીનું વિસર્જન કર્યું છે. રણબીર તેની માતા અને અભિનેત્રી નીતુ કપૂર સાથે બાપ્પાને વિદાય આપતો જોવા મળ્યો હતો. તેણે મુંબઈમાં પોતાના ઘર પાસે એક નિશ્ચિત જગ્યાએ બાપ્પાનું વિસર્જન કર્યું હતું.
1/6

તેણે તેની માતા સાથે બાપ્પાની આરતી પણ કરી અને હાથ જોડીને બાપ્પાને વિદાય આપી હતી. બાપ્પાના વિસર્જન દરમિયાન રણબીર કપૂર ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો હતો. જ્યારે નીતુ કપૂર પણ ટ્રેડિશનલ લુકમાં જ જોવા મળી હતી.
2/6

આ પ્રસંગે આલિયા જોવા મળી ન હતી. રણબીર કપૂર અને નીતુ કપૂરે આલિયા ભટ્ટ વિના કર્યું ગણપતિ વિસર્જન. રણબીર પોતે પોતાના ઘરેથી બાપ્પાની મૂર્તિ હાથમાં લઈને જોવા મળ્યો હતો. જ્યારે નીતુ કપૂરે હાથમાં કલશ પકડ્યો હતો.
Published at : 11 Sep 2024 10:21 PM (IST)
આગળ જુઓ





















