શોધખોળ કરો
Pics: આ હીરોઇન છે લેડી સુપરસ્ટાર, આલીશાન ઘર-પ્રાઇવેટ જેટની માલિક છે, નેટવર્થ જાણીને ચોંકી જશો...
પોતાની સુંદરતા અને દમદાર અભિનય માટે જાણીતી આ અભિનેત્રી અપાર સંપત્તિની માલિક પણ છે. ચાલો જાણીએ આ કોણ છે?
(તસવીર- એબીપી લાઇવ)
1/10

Pics: આ સુંદરતા આજે સમગ્ર ભારતની સ્ટાર બની ગઈ છે. ઘણા સંઘર્ષ બાદ તેણે આ સ્થાન હાંસલ કર્યું છે. આજે તે વૈભવી જીવન જીવે છે અને 100 કરોડ રૂપિયાના આલીશાન મકાનમાં રહે છે.
2/10

આ અભિનેત્રી દક્ષિણની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેણે શાહરૂખ ખાનની બ્લૉકબસ્ટર ફિલ્મથી બૉલીવૂડમાં પણ ડેબ્યુ કર્યું હતું. પોતાની સુંદરતા અને દમદાર અભિનય માટે જાણીતી આ અભિનેત્રી અપાર સંપત્તિની માલિક પણ છે. ચાલો જાણીએ આ કોણ છે? આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ નયનતારા છે. આ દિવસોમાં અભિનેત્રી સાઉથ સ્ટાર ધનુષ સાથેના વિવાદને કારણે ચર્ચામાં છે.
3/10

નયનતારાને લેડી સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેણીએ દક્ષિણમાં ઘણી સુપર ડુપર હિટ ફિલ્મો આપી છે અને ગયા વર્ષે અભિનેત્રીએ શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ જવાનથી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. જવાન મેગા બ્લૉકબસ્ટર હતી.
4/10

નયનતારાનો જન્મ કર્ણાટકમાં મલયાલી પરિવારમાં થયો હતો અને તેનું અસલી નામ ડાયના મરિયમ કૂરિયન છે. નયનતારાએ પોતાના કેરિયરની શરૂઆત મૉડલ તરીકે કરી હતી. 2003 માં તેણે મલયાલમ સિનેમામાં માનસિનાક્કરે સાથે ડેબ્યૂ કર્યું.
5/10

થોડા જ સમયમાં નયનતારા દક્ષિણ ભારતીય સિનેમાની ટોચની અભિનેત્રીઓમાંની એક બની ગઈ. અભિનેત્રીએ તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષામાં 75 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, તેણે વર્ષ 2023માં શાહરૂખ ખાન સાથે જવાન ફિલ્મમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ રૂ. 1,148.32 કરોડની કમાણી સાથે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની હતી. નયનતારા દેશની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે.
6/10

નયનતારા એ કેટલીક અભિનેત્રીઓમાંની એક છે જેની પાસે પ્રાઈવેટ જેટ છે. ન્યૂઝ18ના રિપોર્ટ અનુસાર, નયનતારા 50 સેકન્ડની જાહેરાત માટે 5 કરોડ રૂપિયા લે છે. સામાન્ય રીતે તે એક જાહેરાત માટે 4-7 કરોડ રૂપિયા લે છે.
7/10

નયનતારા 4 આલીશાન ઘરોની માલિક છે, જેમાંથી એક મુંબઈમાં છે, તે તેના પતિ વિગ્નેશ સાથે 4 BHK ફ્લેટમાં રહે છે. રિપોર્ટ્સ અનુસાર આ એપાર્ટમેન્ટની કિંમત 100 કરોડ રૂપિયા છે. ફ્લેટની અંદર એક સિનેમા હૉલ, સ્વિમિંગ પૂલ અને મલ્ટીફંક્શનલ જિમ છે. તેની પાસે હૈદરાબાદના બંજારા હિલ્સમાં 30 કરોડ રૂપિયાના બે એપાર્ટમેન્ટ પણ છે. અભિનેત્રીએ થોડા મહિના પહેલા મુંબઈમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું.
8/10

નયનતારાની પાસે ઘણી લક્ઝૂરિયસ કાર પણ છે. તેની સૌથી મોંઘી કારની કિંમત 1.76 કરોડ રૂપિયા છે. આ BMWની 7 સીરીઝની કાર છે. તેની પાસે 1 કરોડ રૂપિયાની મર્સિડીઝ GLS350D પણ છે. નયનતારા પાસે BMW 5 સિરીઝની કાર પણ છે. રિપોર્ટ્સ અનુસાર, નયનતારાની કુલ નેટવર્થ લગભગ 200 કરોડ રૂપિયા છે.
9/10

નયનતારા એક ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા લે છે.
10/10

નયનતારાના અંગત જીવનની વાત કરીએ તો અભિનેત્રીએ નિર્દેશક વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા છે. આ કપલે 9 જૂન, 2022ના રોજ મહાબલીપુરમમાં લગ્ન કર્યા હતા. ઑક્ટોબર 2022 માં, નયનતારા અને વિગ્નેશ શિવને સરોગસી દ્વારા તેમના જોડિયા બાળકો ઉઇર અને ઉલાગામનું સ્વાગત કર્યું.
Published at : 26 Nov 2024 12:45 PM (IST)
આગળ જુઓ
Advertisement





















