શોધખોળ કરો
અમદાવાદમાં બોલીવૂડની આ અભિનેત્રીને ગુજરાતી થાળીની મજા માણી, કેરીના રસનો સ્વાદ માણ્યો, જુઓ શાનદાર તસવીરો
અમદાવાદમાં બોલીવૂડની આ અભિનેત્રીને ગુજરાતી થાળીની મજા માણી, કેરીના રસનો સ્વાદ માણ્યો, જુઓ શાનદાર તસવીરો

એક્ટ્રેસે ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો
1/7

બોલિવૂડ એક્ટ્રેસ અને સાઉથ સ્ટાર રકુલ પ્રિત સિંહ એક ઈવેન્ટમાં હાજરી આપવા માટે અમદાવાદ આવી પહોંચી હતી. રકુલ પ્રિત સિંહે અહીં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો.
2/7

અમદાવાદના નામાંકિત રેસ્ટોરન્ટમાં અચાનક રકુલ પ્રિત સિંહ સ્પોટ થતાં અમદાવાદીઓએ એક્ટ્રેસ રકુલ પ્રિત સિંહ સાથે તસવીરો પડાવી હતી. રકુલ પ્રિત સિંહે કહ્યું કે તે ભલે ઈવેન્ટ માટે આવી હોય પરંતુ કાળઝાળ ગરમીમાં ગુજરાતી થાળી ખાવાની ઈચ્છા તેને મુંબઈથી જ્યારે પ્લેનમાં બેસી ત્યારથી હતી.
3/7

અમદાવાદમાં આવ્યા હોય અને જો તમે ગુજરાતી થાળી ના ખાધી તો શું ? એક્ટ્રેસ રકુલ પ્રિત સિંહે કેરીનો રસ પીધા બાદ કહ્યું કે કેરીનો રસ તેનો ફેવરિટ છે. અમદાવાદમાં મળતો કેરીના રસનો ટેસ્ટ સૌથી વધારે તેને ગમે છે.
4/7

ગુજરાતી ફુડની ફેન એક્ટ્રેસ રકુલ પ્રિત સિંહે અલગ-અલગ લુકમાં તસવીરો પડાવી હતી. એક્ટ્રેસ રકુલ પ્રીત બોલીવુડની સ્ટાઈલિશ એક્ટ્રેસ છે. રકુલ તેના બોલ્ડ અને કાતિલ અંદાજ માટે જાણીતી છે. રકુલ ફેશન સ્ટાઈલને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. તેનો કિલર લુક હંમેશાં ચાહકોને પસંદ આવે છે.
5/7

રકુલ પ્રીત સિંહ તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. અભિનેત્રીના ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. રકુલ પ્રીત સિંહે ઓટીટી પર રિલીઝ થયેલી 'છત્રીવાલી'માં પોતાની શાનદાર એક્ટિંગનો જલવો બતાવી ચૂકી છે.
6/7

આ સાથે તે આગામી દિવસોમાં કમલ હાસન સાથે 'ઈન્ડિયન 2' અને અભિનેતા પાવેલ ગુલાટી અભિનીત 'આઈ લવ યુ'માં કામ કરી રહી છે.
7/7

(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 19 May 2023 04:17 PM (IST)
આગળ જુઓ
Advertisement