શોધખોળ કરો
Ananya Panday Birthday: અનન્યા પાંડે છે કરોડો રૂપિયાની સંપતિની માલિક, જાણો તેનું કાર કલેક્શન
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અભિનેત્રી અનન્યા પાંડે આજે (30 ઓક્ટોબર) પોતાનો 25મો જન્મદિવસ ઉજવી રહી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અભિનેત્રી અનન્યા પાંડે આજે (30 ઓક્ટોબર) પોતાનો 25મો જન્મદિવસ ઉજવી રહી છે. કરણ જોહરની 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અનન્યા પાંડેએ ટૂંકી કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે આ જ કારણ છે કે આજે અનન્યાએ કરોડોની પ્રોપર્ટી બનાવી છે.
2/9

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે પોતાની સ્ટાઈલ અને ફેશન માટે ફેમસ છે, તે આ દિવસોમાં ફિલ્મો કરતા વધારે પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી ખૂબ જ વૈભવી જીવન જીવે છે અને તેની પાસે ઘણી મોંઘી કાર પણ છે.
3/9

અનન્યાની લક્ઝરી કાર્સમાં મર્સિડીઝ બેન્ઝ ઈ ક્લાસ, સ્કોડા કોડિયાક અને હ્યુન્ડાઈ સાન્ટા જેવી કાર સામેલ છે. નેટવર્થની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનન્યા પાંડે 42 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે.
4/9

અનન્યા પાંડે ફિલ્મો, જાહેરાતો, સોશિયલ મીડિયા અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી છે. અભિનેત્રી ટૂંક સમયમાં 'ખો ગયે હમ કહાં', 'કંટ્રોલ' અને 'ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ સી શંકરન નાયર'માં જોવા મળશે.
5/9

આ સિવાય તેની પાસે એક વેબ સિરીઝ 'કોલ મી બે' પણ છે, જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં આ વેબ સિરીઝ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.
6/9

CAKnowledgeના રિપોર્ટ અનુસાર અનન્યા અંદાજે 42 કરોડ રૂપિયાની માલિક છે. તે એક ફિલ્મમાં કામ કરવા માટે નિર્માતાઓ પાસેથી લગભગ 2 કરોડ રૂપિયા લે છે. અભિનેત્રી મહિને 60 લાખ રૂપિયા કમાય છે, જ્યારે તેની વાર્ષિક આવક 5 કરોડ રૂપિયાથી વધુ છે.
7/9

અનન્યાના કાર કલેક્શનની વાત કરીએ તો, તેની પાસે BMW 7-સિરીઝ (રૂ. 1.4 કરોડ), રેન્જ રોવર સ્પોર્ટ (રૂ. 1.3 કરોડ), મર્સિડીઝ ઇ-ક્લાસ (રૂ. 65 લાખ) અને સ્કોડા કોડિયાક (રૂ. 34 લાખ) જેવી લક્ઝરી કાર છે.
8/9

અનન્યા છેલ્લે 'ડ્રીમ ગર્લ 2'માં જોવા મળી હતી. અનન્યાની આ પહેલી ફિલ્મ છે જેણે 100 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો છે.
9/9

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 30 Oct 2023 02:08 PM (IST)
આગળ જુઓ
Advertisement