શોધખોળ કરો
Birthday Special: લગ્ન વિના માતા બની હતી એમી જેક્સન, દીકરાના જન્મ બાદ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Amy Jackson Birthday: પોતાની બોલ્ડનેસ માટે જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ એમી જેક્સન તેનો 32મો જન્મદિવસ ઉજવવાની તૈયારી કરી રહી છે. એમી વિદેશી મૉડલ છે, પણ બૉલીવૂડ અભિનેત્રી પણ બની છે.
ફાઈલ તસવીર
1/8

Amy Jackson Birthday: પોતાની બોલ્ડનેસ માટે જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ એમી જેક્સન તેનો 32મો જન્મદિવસ ઉજવવાની તૈયારી કરી રહી છે. એમી વિદેશી મૉડલ છે, પણ બૉલીવૂડ અભિનેત્રી પણ બની છે.
2/8

31 જાન્યુઆરી 1992ના રોજ જન્મેલી એમી જેક્સને બોલિવૂડ સિવાય સાઉથ સિનેમામાં પણ પોતાનો અભિનય બતાવ્યો છે. એમીએ માત્ર 16 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું.
3/8

એમી જેક્સને ફિલ્મ ‘એક દીવાના થા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેનું નામ પ્રતિક બબ્બર સાથે જોડાયું. બંનેએ એકબીજાના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું. જોકે, થોડા સમય પછી તેઓનું બ્રેકઅપ થઈ ગયું.
4/8

2013 દરમિયાન એમીનું નામ ચેમ્પિયન બોક્સર જોય સેલકિર્ક સાથે જોડાયું હતું. આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
5/8

2019 માં ચર્ચાઓ શરૂ થઈ કે તેણે બાળકને જન્મ આપ્યો. એમીએ ત્યાં સુધી લગ્ન કર્યા ન હતા. તેમના પુત્ર એન્ડ્રિયાઝના જન્મ પછી એમીએ જ્યોર્જ સાથે લગ્ન કર્યા હતા.
6/8

એમીની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો તેણે 2009માં મિસ ટીન વર્લ્ડ કોમ્પિટિશન, મિસ ટીન લિવરપૂલ અને મિસ ટીન ગ્રેટ બ્રિટનનો ખિતાબ જીત્યો હતો.
7/8

ફિલ્મોની સાથે એમી જેક્સન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર હોટ અને બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
8/8

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે
Published at : 31 Jan 2023 02:58 PM (IST)
આગળ જુઓ
Advertisement





















