શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
Birthday Special: આ ક્રિકેટર પર ફિદા થઇ હતી 'ચક દે ઇન્ડિયા' ગર્લ સાગરિકા ઘાટગે, લગ્ન બાદ જીવે છે આવી લક્ઝરી લાઇફ
Sagarika Ghatge Luxury Life: શું તમને શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં જોવા મળેલી સુંદર એક્ટ્રેસ સાગરિકા ઘાટગે યાદ છે. જો નહીં તો ચાલો જણાવીએ કે હાલમાં આ અભિનેત્રી ક્યાં છે?
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

Sagarika Ghatge Luxury Life: શું તમને શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં જોવા મળેલી સુંદર એક્ટ્રેસ સાગરિકા ઘાટગે યાદ છે. જો નહીં તો ચાલો જણાવીએ કે હાલમાં આ અભિનેત્રી ક્યાં છે?
2/9

સાગરિકા ઘાટગેએ 'ચક દે ઈન્ડિયા'માં પ્રીતિ સભરવાલનું પાત્ર ભજવ્યું હતું. આ રોલ દ્વારા તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક મજબૂત ઓળખ બનાવી હતી. પરંતુ કેટલીક ફિલ્મોમાં કામ કર્યા બાદ અભિનેત્રીએ લગ્ન કરી લીધા અને બોલિવૂડથી દૂર જતી રહી.
3/9

8મી જાન્યુઆરીએ અભિનેત્રી તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. આવી સ્થિતિમાં અમે તમને તેમની લક્ઝરી લાઈફનો પરિચય કરાવી રહ્યા છીએ.
4/9

વાસ્તવમાં સાગરિકા ઘાટગેએ પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાન સાથે લગ્ન કર્યા છે. આ જ કારણ છે કે એક્ટિંગથી દૂર હોવા છતાં અભિનેત્રી આજે શાનદાર જીવન જીવી રહી છે.
5/9

સાગરિકાએ વર્ષ 2017માં ઝહીર ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી ભલે તે કોઈ ફિલ્મમાં જોવા ન મળી હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
6/9

આ સિવાય આ કપલ ઘણીવાર બોલિવૂડ પાર્ટીઓમાં પણ સાથે જોવા મળે છે. ચાહકો પણ તેમની જોડીને ખૂબ પસંદ કરે છે.
7/9

બહુ ઓછા લોકો જાણે છે કે સાગરિકા રાજવી પરિવારની છે. અભિનેત્રીની દાદી એટલે કે સીતા રાજે ઘાટગે ઈન્દોરના મહારાજા તુકોજીરાવ હોલકર ત્રીજાની પુત્રી છે.
8/9

ફિલ્મી કરિયરની વાત કરીએ તો સાગરિકાએ ફિલ્મ 'ચક દે ઈન્ડિયા'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેણીને શ્રેષ્ઠ સપોટિંગ અભિનેત્રીનો સ્ક્રીન એવોર્ડ પણ મળ્યો હતો.
9/9

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 08 Jan 2024 12:08 PM (IST)
આગળ જુઓ
Advertisement





















