શોધખોળ કરો
વર્ષો પછી પણ સારી રીતે હિન્દી બોલી શકતી નથી આ બોલિવૂડ એક્ટ્રેસ
જેકલીન ફર્નાન્ડીઝ
1/5

જો તમારે બોલિવૂડમાં નામ કમાવવું હોય તો હિન્દી ભાષા આવડવી જરૂરી છે, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી અનેક એક્ટ્રેસ છે જેને સારી રીતે હિન્દી બોલતા આવડતું નથી. કેટલીક અભિનેત્રીઓ ભાષાને કારણે તેમની કારકિર્દીમાં વધુ પ્રગતિ કરી શકી નથી બોલિવૂડ ફિલ્મ સ્ટાર જેકલીન ફર્નાન્ડીઝ શ્રીલંકાની છે. અભિનેત્રીનું હિન્દી પણ સારું નથી. ઘણીવાર હિન્દી સિનેમામાં અભિનેત્રી જેકલીનના પાત્રો પણ અંગ્રેજી મૂળના રાખવામાં આવે છે.
2/5

અભિનેત્રી એલી અવરામ સ્વીડનની છે. તેની માતૃભાષા સ્વીડિશ છે. અભિનેત્રીને તેના ખરાબ હિન્દીના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
3/5

બોલિવૂડ સ્ટાર સની લિયોન કેનેડાની છે. તે એક પંજાબી પરિવારમાંથી છે. પરંતુ કેનેડામાં જન્મ અને શિક્ષણને કારણે તેનું હિન્દી ખૂબ જ ખરાબ છે. તે હજુ પણ હિન્દીમાં સંઘર્ષ કરે છે. આમ છતાં તેણે 'જીસ્મ 2' અને 'રાગિની એમએમએસ 2' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
4/5

આ લિસ્ટમાં બોલિવૂડ ફિલ્મ સ્ટાર કેટરિના કૈફ ટોપ પર છે. અભિનેત્રી લાંબા સમયથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. તે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનો પણ ભાગ રહી ચુકી છે. પરંતુ અભિનેત્રીનું હિન્દી એટલું સારુ નથી. વાસ્તવમાં કેટરિના કૈફ બ્રિટિશ મૂળની છે. જેના કારણે તેનું હિન્દી નબળું છે.
5/5

જાણીતી ટીવી અને બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહી કેનેડિયન ડાન્સર છે. તેનું હિન્દી પણ બહુ સારું નથી. તેના ડાન્સના કારણે હિન્દી સિનેમા ઈન્ડસ્ટ્રીમાં તેનું એક અલગ જ સ્થાન છે.
Published at : 29 Apr 2022 02:26 PM (IST)
Tags :
Bollywood Actresses . Hindiવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
