શોધખોળ કરો
મને બહારના દેશમાં જઇને કામ કરવાની જરૂર નથી, હૉલીવુડ ફિલ્મોમાં કામને લઇને બોલી - Deepika Padukone
દીપિકાએ XXX ફિલ્મથી હૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેનો બીજો પ્રૉજેક્ટ આવી રહ્યો હતો જેમાં દીપિકા પોતે પૈસા લગાવવા જઈ રહી હતી, જોકે, હાલમાં તે ફિલ્મને લઈને કોઈ અપડેટ નથી આવ્યુ.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Deepika Padukone Hollywood Projects: બૉલીવુડમાંથી હવે ધીમે ધીમે એક પછી એક અભિનેત્રી હૉલીવુડ તરફ પ્રયાણ કરી રહી છે. હવે આ અંગે મોટુ અપડેટ્સ સામે આવ્યુ છે. દીપિકાને પણ હૉલીવુડનો એક મોટો પ્રૉજેક્ટ મળ્યો હતો, દીપિકાએ આ અંગે મોટો ખુલાસો કર્યો છે. દીપિકાએ XXX ફિલ્મથી હૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેનો બીજો પ્રૉજેક્ટ આવી રહ્યો હતો જેમાં દીપિકા પોતે પૈસા લગાવવા જઈ રહી હતી, જોકે, હાલમાં તે ફિલ્મને લઈને કોઈ અપડેટ નથી આવ્યુ.
2/7

બૉલીવુડમાં ધૂમ મચાવ્યા બાદ દીપિકા પાદુકોણે હૉલીવુડમાં પણ એન્ટ્રી કરી લીધી છે. તેને XXX: રિટર્ન ઓફ જેન્ડર કેજ ફિલ્મથી ગ્લૉબલી એન્ટ્રી મારી લીધી છે.
3/7

દીપિકા પાદુકોણે આગામી ગ્લૉબલી પ્રૉજેક્ટ માટે પણ તૈયારી કરી લીધી હતી, પરંતુ હવે તેને હૉલીવુડમાં જવાની બહુ જરૂર નથી લાગતી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ દીપિકા પાદુકોણ શાહરૂખ સાથે ફિલ્મ જવાનમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેને કેમિયો કર્યો હતો. જવાનમાં દીપિકાની હાજરી ફેન્સને ખુબ પસંદ આવી હતી.
4/7

હાલમાં જ દીપિકા પાદુકોણે જણાવ્યું હતું કે તેની હૉલીવુડની સફર ઘણી ધીમી રહી છે, તેની પાછળનું કારણ એ હતું કે તે પોતાની શરતો મુજબ કામ કરવા માંગે છે. 'મને નથી લાગતું કે મારે વિદેશમાં જઈને કામ કરવાની જરૂર છે જેના માટે મારે મારુ એક્સેન્ટ બદલવું પડશે.'
5/7

ધ વીક અનુસાર, દીપિકા પાદુકોણે કહ્યું- 'મારી વૈશ્વિક મહત્વકાંક્ષાઓ છે. હું અંગત રીતે કંઈક અલગ અને સારું કરવા ઈચ્છું છું. હું સમજી શકતી નથી કે આપણે ત્યાં કામ કરતા નથી કે આપણે કોણ છીએ. માફી આપણી અંદર રહે છે. અભિનય હોય કે વાત કરવાની રીત.
6/7

તેને આગળ કહ્યું, 'સફર ઘણી લાંબી છે, પરંતુ હું રાત્રે સારી રીતે ઊંઘું છું તે વિચારીને કે હું મારી પોતાની સંસ્કૃતિમાં છું અને મારી પોતાની શરતો મુજબ કામ કરું છું.'
7/7

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં દીપિકાએ તેની બીજી હૉલીવુડ ફિલ્મની જાહેરાત કરી હતી. જેનું નામ હતું ‘ક્રૉસ-કલ્ચરલ રૉમેન્ટિક કૉમેડી’. આ ફિલ્મ તે પોતે પ્રૉડ્યૂસ કરવા જઈ રહી હતી. હાલમાં આ ફિલ્મને લઈને કોઈ અપડેટ નથી.
Published at : 17 Sep 2023 02:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દુનિયા
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
