શોધખોળ કરો
Photos : ...તો આજે દીપિકા પાદુકોણ આ દુનિયામાં જ ના હોત!!!
બોલિવૂડની ડિમ્પલ ગર્લ એટલે કે દીપિકા પાદુકોણ આજે બોલિવૂડમાં સફળતાના શિખરે છે. પરંતુ શું તમે જાણો છો કે અભિનેત્રીના જીવનમાં પણ એક એવો તબક્કો આવ્યો હતો. જ્યારે તે આત્મહત્યા વિશે વિચારતી હતી.

Deepika Padukone
1/5

દીપિકા પાદુકોણે શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને અભિનેત્રીની કારકિર્દી પહેલી જ ફિલ્મથી શરૂ થઈ હતી. આ ફિલ્મમાં તેના કામને દર્શકોએ ખૂબ વખાણ્યું હતું. જે બાદ દીપિકા પાસે એક પછી એક ઘણી ફિલ્મોની ઓફર આવવા લાગી.
2/5

ધીરે-ધીરે દીપિકાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં સામેલ થવા લાગ્યું, પરંતુ આ દરમિયાન અભિનેત્રીના જીવનમાં તે તબક્કો આવ્યો. જેની કદાચ તેણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી. આ વાતનો ખુલાસો દીપિકાએ 'વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે' પર 'લીવ લવ લાફ'ના એક કાર્યક્રમમાં કર્યો હતો.
3/5

આ કાર્યક્રમમાં દીપિકાએ તેના જીવનના તે સમયગાળા વિશે બધાને વાકેફ કર્યા હતા. જ્યારે તેના મગજમાં આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા. વાસ્તવમાં અભિનેત્રી 1 વર્ષથી ડિપ્રેશનમાં હતી. ત્યારબાદ તેની માતા અને બહેન દીપિકાનો સહારો બન્યા હતા.
4/5

તેના જીવનના તે ભાગ વિશે વાત કરતા દીપિકાએ કહ્યું હતું કે, તે દિવસોમાં હું માત્ર બસ ઉંઘી રહેવા માંગતી હતી. કારણ કે ઊંઘ એ દરેક વસ્તુથી બચવાનું હતું. કારણ કે મને આત્મહત્યાના વિચારો આવતા હતા. તે બાબતોનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ હતો. જો તે સમયે મારી માતાએ મને ન સમજ્યો હોત તો આજે હું ક્યાં હોત તે મને ખબર ન હોત.
5/5

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ છેલ્લે શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'પઠાણ'માં જોવા મળી હતી. જે બ્લોકબસ્ટર હિટ રહી હતી. ટૂંક સમયમાં દીપિકા રિતિક રોશન સાથે 'ફાઇટર'માં જોવા મળશે.
Published at : 29 Jun 2023 08:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
