બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી મુંબઈ શહેરના સૌથી મોંઘી અને જાણીતી બિલ્ડિંગમાં રહે છે. કિયારા અડવાણી પ્રોફેશનલ લાઈફથી લઇને અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે
2/8
કબીર સિંહ, શેર શાહ અને ભૂલ ભુલૈયા 2માં અભિનેત્રીની એક્ટિંગે બધાને ચોંકાવી દીધા હતા. હવે કિયારાનું નામ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડવામાં આવી રહ્યું છે. જો કે બંનેએ હજુ સુધી પોતાના સંબંધો અંગે કંઈ કહ્યું નથી.મોટાભાગના લોકો જાણવા માંગે છે કે અભિનેત્રી ક્યાં રહે છે. પ્રોફેશનલ લાઈફથી લઇને અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે
3/8
કિયારા અડવાણી પ્લેનેટ ગોદરેજમાં રહે છે, જે મુંબઈ શહેરના મહાલક્ષ્મી વિસ્તારમાં છે. પ્લેનેટ ગોદરેજ 2, 3 અને 4 BHK એપાર્ટમેન્ટ્સમાં 300 થી વધુ એપાર્ટમેન્ટ્સ સાથે 51 માળ ધરાવે છે. તે શહેરની સૌથી મોંઘી અને પ્રખ્યાત ઇમારતોમાંની એક છે.
4/8
કિયારાના ઘરેથી હાજી અલી દરગાહ, રેસકોર્સ અને સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. કિયારાનું ઘર ખૂબ જ સુંદર છે. વ્હાઈટ થીમ પર બનાવેલ તેનો લિવિંગ એરિયા ઘરની સુંદરતામાં વધારો કરે છે.
5/8
કિયારા અડવાણી અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ઘરની તસવીરો પોસ્ટ કરતી રહે છે.
6/8
તેના ઘરમાં એક મોટી બાલ્કની પણ છે જેને અભિનેત્રીએ સુંદર છોડથી સજાવી છે. તેની બાલ્કનીમાંથી મુંબઈનો સુંદર નજારો જોવા મળે છે.
7/8
કિયારાના ઘરમાં સુંદર અરીસો એ વાતનો પુરાવો છે કે અભિનેત્રીને મિરર આર્ટ પસંદ છે