શોધખોળ કરો
Kartik Aaryan Birthday: બોલિવૂડનો રાઇઝિંગ સુપરસ્ટાર, જેણે 12 વર્ષના કરિયરમાં કરી કરોડો રૂપિયાની કમાણી
Kartik Aaryan Birthday: કાર્તિક આર્યન બોલિવૂડનો ઉભરતો સુપરસ્ટાર છે. એક સમયે મુંબઈમાં ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતો આ અભિનેતા હવે મોટી સંપત્તિ ધરાવે છે. તે ઘણી મોંઘી વસ્તુઓનો માલિક બની ગયો છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

Kartik Aaryan Birthday: કાર્તિક આર્યન બોલિવૂડનો ઉભરતો સુપરસ્ટાર છે. એક સમયે મુંબઈમાં ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતો આ અભિનેતા હવે મોટી સંપત્તિ ધરાવે છે. તે ઘણી મોંઘી વસ્તુઓનો માલિક બની ગયો છે.
2/9

કાર્તિક આર્યન 22 નવેમ્બરે તેનો જન્મદિવસ ઉજવે છે. આ ખાસ અવસર પર અમે તમને જણાવીએ કે આજે કેટલા કરોડની પ્રોપર્ટીના માલિક બની ગયો છે
3/9

અભિનેતાએ છેલ્લા 12 વર્ષમાં ઘણી સફળ ફિલ્મો આપી છે. તેની ફિલ્મોનો બોક્સ ઓફિસ ગ્રાફ સારો રહ્યો છે. ગયા વર્ષે કાર્તિક આર્યને તેની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 2'થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.
4/9

કાર્તિક આર્યન પોતાની એક્ટિંગના દમ પર નામ કમાયો છે. આ સિવાય તેણે ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરી છે. રિપોર્ટ અનુસાર કાર્તિક આર્યનની કુલ સંપત્તિ 40 કરોડ રૂપિયા છે.
5/9

કાર્તિક આર્યન પાસે મુંબઈના વર્સોવામાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ છે જેમાં તે પોતે એક સમયે ભાડે રહેતો હતો. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, આ એપાર્ટમેન્ટ કાર્તિક આર્યને વર્ષ 2019માં ખરીદ્યો હતો. આ માટે તેણે 1.60 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
6/9

વર્ષ 2022માં 'ભૂલ ભુલૈયા 2'ની જોરદાર સફળતા બાદ નિર્માતા ભૂષણ કુમારે અભિનેતાને લક્ઝરી કાર McLaren GT ભેટમાં આપી હતી. તેની કિંમત 3.72 કરોડ રૂપિયા છે.
7/9

આ સિવાય કાર્તિક આર્યન પાસે Lamborghini Urus Capsule કાર છે. તેણે તે વર્ષ 2021માં ખરીદી હતી. જેની કિંમત 3.45 કરોડ હોવાનું કહેવાય છે. કાર્તિક આર્યન પાસે BMW 5 સીરીઝ 520D ની કાર છે જે તેણે 2017માં ખરીદી હતી
8/9

કાર્તિક આર્યને તેની માતા માલા તિવારીને મિની કૂપર એસ કન્વર્ટિબલ કાર ગિફ્ટ કરી હતી. તે ઘણીવાર આ કારમાં સવારી કરતો જોવા મળે છે. તેની કિંમત 45 લાખ રૂપિયા છે.
9/9

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 21 Nov 2023 12:14 PM (IST)
આગળ જુઓ
Advertisement