બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં થયેલા અભિનેત્રીના અકસ્માત બાદ તેના ચાહકો ચિંતાતુર બની ગયા હતા. જોકે હવે મલાઈકાની સ્થિતિ સમાન્ય થઈ ગઈ છે અને તે કામ પર પરત ફરી છે. મલાઈકાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહી છે.
2/6
જે તસવીરો સામે આવી છે તેમાં મલાઈકા અરોરા શેફ તરીકે જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી રસોઈ કરતી જોવા મળી રહી છે.
3/6
તમને જણાવી દઈએ કે, મલાઈકા તેની રેસ્ટોરન્ટમાં પહોંચી હતી, જ્યાંથી તેની ગ્લેમરસ ઝલક જોવા મળી હતી.
4/6
આ દરમિયાન અભિનેત્રીએ ઓફ-શોલ્ડર વ્હાઈટ ટોપ પહેર્યું છે અને તેની સાથે તેણે બ્રાઉન સ્કર્ટ પહેર્યું છે. તેની આ સ્ટાઈલ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.
5/6
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ એક અકસ્માત બાદ મલાઈકાને ગંભીર ઈજા થઈ હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે.
6/6
અકસ્માત બાદ મલાઈકા પોતાના કામ પર પરત ફરી છે. તેણે ગત દિવસે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી, જેમાં તે તેના પગને ફ્લોન્ટ કરી રહી હતી.