શોધખોળ કરો
લગ્નની તૈયારીઓ વચ્ચે Mission Raniganjનું પ્રમોશન કરવા અક્ષય કુમાર સાથે પહોંચી Parineeti Chopra
બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારે OMG 2ની સફળતા બાદ તેની આગામી ફિલ્મ મિશન રાનીગંજનું પ્રમોશન શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પરિણીતી ચોપરા જોવા મળશે.

અક્ષય અને પરિણીતી પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે
1/8

બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારે OMG 2ની સફળતા બાદ તેની આગામી ફિલ્મ મિશન રાનીગંજનું પ્રમોશન શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પરિણીતી ચોપરા જોવા મળશે.
2/8

આ પહેલા આ જોડી કેસરી ફિલ્મમાં સાથે જોવા મળી હતી અને દર્શકોને આ જોડી ઘણી પસંદ આવી હતી. હવે અક્ષય અને પરિણીતી મિશન રાણીગંજમાં એક સાથે જોવા મળશે.
3/8

આ ફિલ્મ એક વાસ્તવિક ઘટના પર આધારિત છે. તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું ફિલ્મના પ્રમોશન માટે અક્ષય કુમાર અને પરિણીતી પૂજા એન્ટરટેઈનમેન્ટની ઓફિસે પહોંચ્યા હતા. ટીનુ સુરેશ દેસાઈ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 6 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થશે.
4/8

એક તરફ પરિણીતી ચોપરા AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે પોતાના લગ્નની તૈયારીઓ કરી રહી છે તો બીજી તરફ અભિનેત્રી પોતાની આગામી ફિલ્મ મિશન રાનીગંજનું પ્રમોશન પણ કરી રહી છે.
5/8

અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા ફિલ્મના પ્રમોશન માટે પૂજા એન્ટરટેઈનમેન્ટની ઓફિસે પહોંચ્યા હતા. આ દરમિયાન બંને સ્ટાર્સ ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા હતા.અક્ષય અને પરિણીતીએ કેમેરા સામે એકસાથે પોઝ પણ આપ્યા હતા.
6/8

અક્ષય કુમાર પણ તેની ફિલ્મના પ્રમોશન દરમિયાન એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. અક્ષય કુમારે પણ ઓલ બ્લેક લુક કેરી કર્યો હતો.
7/8

મિશન રાનીગંજ જસવંત ગિલની રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત છે. હાલમાં જ તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું જેને લોકોએ ખૂબ પસંદ કર્યું છે
8/8

રિયલ લાઈફ હીરો જસવંત ગીલે 1989માં રાણીગંજ કોલ્ડ ફિલ્ડ્સમાં ફસાયેલા ઘણા લોકોનો જીવ બચાવ્યો હતો. અક્ષયે ફિલ્મમાં જસવંત સિંહની ભૂમિકા ભજવી છે.
Published at : 14 Sep 2023 12:31 PM (IST)
આગળ જુઓ
Advertisement