શોધખોળ કરો
Rani Mukerji Kissa: પ્રથમ ફિલ્મમાં રાની મુખર્જી સાથે બની હતી આવી ઘટના, આજ સુધી નથી ભૂલી શકી એક્ટ્રેસ
Rani Mukerji Kissa: બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જી આજે પણ પોતાના અભિનયથી લોકોના દિલ જીતે છે. અમે તેની પ્રથમ ફિલ્મનો રસપ્રદ કિસ્સો લાવ્યા સિવાય જેના વિશે તમે કદાય ક્યારેય સાંભળ્યું નહી હોય.
રાની મુખર્જી
1/7

Rani Mukerji Kissa: બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જી આજે પણ પોતાના અભિનયથી લોકોના દિલ જીતે છે. અમે તેની પ્રથમ ફિલ્મનો રસપ્રદ કિસ્સો લાવ્યા સિવાય જેના વિશે તમે કદાય ક્યારેય સાંભળ્યું નહી હોય.
2/7

બધા લોકો જાણે છે કે રાની મુખર્જીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'રાજા કી આયેગી બારાત'થી કરી હતી. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ ફિલ્મમાં તેની સાથે કંઈક એવું બન્યું છે જેને તે આજ સુધી ભૂલી શકી નથી.
3/7

આ ઘટનાનો ઉલ્લેખ રાની મુખર્જીએ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, “રાજા કી આયેગી બારાત” મારી પ્રિય ફિલ્મ છે. પરંતુ જે દિવસે આ ફિલ્મ રિલીઝ થવાની હતી તે દિવસે મારા દિવંગત પિતા રામ મુખર્જીની બાયપાસ સર્જરી થવાની હતી. કારણ કે તે સમયે તેઓ હાર્ટ અટેકના કારણે હોસ્પિટલમાં દાખલ હતા.
4/7

પણ તેઓ જાણતા હતા કે મારી ફિલ્મ એ જ દિવસે રિલીઝ થવાની છે. એટલા માટે તેઓ તેમની સર્જરી કરાવવા માંગતા ન હતા. પછી લાંબા સમય સુધી સમજાવ્યા બાદ તેઓ સર્જરી માટે રાજી થયા હતા. તેમની સર્જરી થતાં જ તેઓ લગભગ 2 થી 3 દિવસ સુધી ICUમાં બેભાન રહ્યા હતા.
5/7

અભિનેત્રીએ કહ્યું હતું કે જ્યારે મારા પિતા ભાનમાં આવ્યા ત્યારે તેમણે પહેલા ફિલ્મ વિશે પૂછ્યું અને પછી ફિલ્મ જોઈ. ફિલ્મમાં મારું કામ જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. નોંધનીય છે કે રાનીની આ ફિલ્મ વર્ષ 1996માં રિલીઝ થઈ હતી. જેમાં તેના કામના પણ ખૂબ વખાણ થયા હતા.
6/7

આ ફિલ્મ પછી રાનીએ હિન્દી સિનેમાને ઘણી હિટ ફિલ્મો આપી. જેમાં ‘ગુલામ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘હદ કર દી આપને’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
7/7

ત્યારબાદ કરિયરમાંથી બ્રેક લીધા બાદ અભિનેત્રીએ ફિલ્મ મેકર આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ અભિનેત્રીએ ફિલ્મ હિચકીથી બોલિવૂડમાં કમબેક કર્યું હતું.
Published at : 18 Oct 2023 09:02 PM (IST)
આગળ જુઓ
Advertisement





















