શોધખોળ કરો
Sonakshi Sinha Reception Pics: સોનાક્ષી-ઝહીરના રિસેપ્શનમાં પહોંચ્યા અનેક બોલિવૂડ સ્ટાર્સ, વ્હાઇટ સાડીમાં હુમા કુરેશીનો ગ્લેમરસ અંદાજ
Sonakshi Zaheer Reception: બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા હવે મિસિસ ઝહીર ઈકબાલ બની ગઈ છે. કપલના રજિસ્ટર્ડ મેરેજ બાદ તેમની રિસેપ્શન પાર્ટી યોજાઇ હતી જેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા

ફોટોઃ abp live
1/12

Sonakshi Zaheer Reception: બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા હવે મિસિસ ઝહીર ઈકબાલ બની ગઈ છે. કપલના રજિસ્ટર્ડ મેરેજ બાદ તેમની રિસેપ્શન પાર્ટી યોજાઇ હતી જેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા
2/12

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું ભવ્ય રિસેપ્શન શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બેસ્ટિયન ખાતે યોજાયું હતું. જેમાં કપલના પરિવાર અને ખાસ મિત્રો સિવાય ઘણા મોટા સેલેબ્સ સામેલ થશે.
3/12

સોનાક્ષી-ઝહીરના રિસેપ્શનમાં અભિનેત્રીના સાસુ અને સસરા પણ પહોંચ્યા હતા. આ દરમિયાન બંને વ્હાઈટ કલરના મેચિંગ આઉટફિટમાં જોવા મળ્યા હતા.
4/12

સોનાક્ષી સિન્હાની બેસ્ટ ફ્રેન્ડ હુમા કુરેશી પણ કપલના રિસેપ્શનમાં પહોંચી હતી. જે આ દરમિયાન વ્હાઇટ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
5/12

હુમા કુરેશીના ભાઈ અને અભિનેતા સાકિબ સલીમ પણ સોનાક્ષી-ઝહીરના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. જે ગ્રીન કુર્તામાં એકદમ ડેશિંગ લાગી રહ્યા હતા
6/12

સોનાક્ષી સિંહા સાથે ફિલ્મ 'દહદ'માં જોવા મળેલા એક્ટર ગુલશન દેવૈયા તેની પત્ની સાથે સોનાક્ષી-ઝહીરના રિસેપ્શનમાં પહોંચ્યા હતા.
7/12

અભિનેત્રી ઝોયા મોરાનીએ પણ સોનાક્ષી અને ઝહીર ઈકબાલના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપી હતી. દરમિયાન તે ગ્રીન કલરના સૂટમાં જોવા મળી હતી.
8/12

બોલિવૂડના એવરગ્રીન એક્ટર અનિલ કપૂરે પણ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના રિસેપ્શનમાં હાજરી આપી હતી. જે આ દરમિયાન બ્લેક લુકમાં જોવા મળ્યા હતા. ચંકી પાંડે પણ આ ભવ્ય રિસેપ્શનનો ભાગ બન્યો હતો. જે રેડ કાર્પેટ પર અનિલ કપૂર સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો
9/12

સોનાક્ષી-ઝહીરના રિસેપ્શનમાં કાજોલે પણ હાજરી આપી હતી. તેણે ગોલ્ડન અને બ્લેક સાડી પહેરી હતી.
10/12

હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી સાયરા બાનુ પણ સોનાક્ષી-ઝહીરને આશીર્વાદ આપવા કપલના રિસેપ્શનમાં પહોંચી હતી. જેણે ગ્રીન કલરનો સૂટ પહેર્યો હતો.
11/12

અભિનેત્રી વિદ્યા બાલન પણ તેના પતિ સાથે સોનાક્ષી અને ઝહીરની રિસેપ્શન પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન બંને બ્લેક આઉટફિટમાં મેચ કરતા જોવા મળ્યા હતા.
12/12

અભિનેત્રી અદિતિ રાવ હૈદરી પણ તેના મંગેતર સિદ્ધાર્થ સાથે સોનાક્ષી સિંહાના રિસેપ્શનમાં પહોંચી હતી. જે મલ્ટીકલર્ડ ફ્લોરલ શરારા સૂટમાં જોવા મળી હતી.
Published at : 24 Jun 2024 10:04 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
