મુંબઇઃ OTT પ્લેટફોર્મે અનેક કલાકારોના કરિયરને ગતિ આપી છે ત્યારે કલાકારો ઓટીટી પ્લેટફોર્મનો ભાગ બનવા માટે પડાપડી કરી રહ્યા છે. પરંતુ ઓટીટીની દુનિયામાં એવી અનેક એક્ટ્રેસ છે જેણે ઓટીટી પ્લેટફોર્મ પર કામ કરવાનો ઇનકાર કરી ચૂકી છે. કારણ કે OTT પ્લેટફોર્મ પર કોઈ સેન્સરશિપ નથી, બોલ્ડનેસ પીરસવામાં આવી રહી છે. જેના કારણે અનેક એક્ટ્રેસિસ વેબ સિરીઝ ઠુકરાવી રહી છે.
2/8
એરિકા ફર્નાન્ડીઝ એ હિરોઈનોની યાદીમાં સામેલ છે જેણે ઈન્ટિમેટ સીન કરવાનો ઇનકાર કરી ચૂકી છે. તાજેતરમાં જ એરિકાએ ખુલાસો કર્યો હતો કે તેણે વેબ સિરીઝની ઓફર ઠુકરાવી દીધી છે કારણ કે તેનું કન્ટેન્ટ બોલ્ડ હતું. તે બોલ્ડ સીન કરવામાં અસહજ છે.
3/8
ગૌહર ખાન ઘણા વેબ શો કરી ચૂકી છે. ગૌહર ખાને બોલ્ડ સીન્સને કારણે ઘણા પ્રોજેક્ટ રિજેક્ટ પણ કર્યા છે.
4/8
પવિત્રા પુનિયા ઓછા પ્રોજેક્ટમાં જોવા મળી છે. પવિત્રાએ ખુલાસો કર્યો હતો કે તેણે ઈન્ટીમેટ સીન્સને કારણે શોની ઓફર ઠુકરાવી દીધી હતી. પવિત્રા બોલ્ડ સીન કરવાથી ડરે છે.
5/8
સસુરાલ સિમર કા 2 ફેમ તાન્યા શર્માએ જણાવ્યું હતું કે તેણે બોલ્ડ સીન્સને કારણે ઘણા વેબ શોને ઠુકરાવી દીધા છે. તાન્યા માને છે કે તેણે પોતાના માટે એક બાઉન્ડ્રી બનાવી છે.
6/8
ઉર્ફી જાવેદ જે રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ છે, પરંતુ તે રીલમાં પોતાની બોલ્ડનેસ બતાવવા માંગતી નથી. ઉર્ફીએ કહ્યું હતું કે તે બોલ્ડ કન્ટેન્ટને પ્રમોટ કરતા આવા કોઈ શોનો ભાગ નહીં બને. તેણે કબૂલ્યું કે બોલ્ડ ઈમેજના કારણે તેને આવી ઓફરો મળતી હતી.
7/8
'જીજાજી છત પર કોઈ હૈ' ફેમ હીબા નવાબને પણ OTTની ઓફર મળી હતી. પરંતુ હિબાએ બોલ્ડ કન્ટેન્ટને કારણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. હિબાએ કહ્યું હતું - હું તે પ્રોજેક્ટ કરવા માંગતી હતી પરંતુ બોલ્ડ કન્ટેન્ટને કારણે તે કરી શકી નહીં.
8/8
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં જોવા મળેલી અભિનેત્રી પંખુરી અવસ્થીને પણ વેબ શોની ઓફર મળી છે. પરંતુ બોલ્ડ સીન્સને કારણે પંખુરીએ શોની ઓફર ઠુકરાવી પડી હતી.એક ઈન્ટરવ્યુમાં પંખુરીએ કહ્યું હતું - જ્યારે પણ મને વેબ શો માટે ફોન આવે છે ત્યારે તેઓ બોલ્ડ સીન્સ કહે છે. મને લાગે છે કે આવા દ્રશ્યો માટે કોઈ અર્થ નથી, તે ફક્ત ધ્યાન ખેંચવા માટે છે.