શોધખોળ કરો
પોતાની સાડા ચાર કરોડની Lamborghini લઇને ફિલ્મ માટે ડાયરેક્ટર ભંસાળીની ઓફિસ પહોંચ્યો આ એક્ટર, જુઓ તસવીરો

Kartik_Aryan_Lamborghini
1/6

મુંબઇઃ અભિનેતા કાર્તિક આર્યન આજકાલ કેટલાય કારણોથી ચર્ચામાં છે. થોડાક દિવસો પહેલા કાર્તિકને ફિલ્મ દોસ્તાનામાંથી કાઢી મુકવામાં આવ્યો પરંતુ હવે તેની પાસે કેટલાય મોટા પ્રૉજેક્ટ્સ હોવાની ચર્ચા છે.
2/6

કાલે કાર્તિક આર્યન મુંબઇના જાણીતા ફિલ્મ મેકર સંજય લીલા ભંસાળીની ઓફિસની બહાર દેખાયો. અહીં તે પોતાની બ્લેક Lamborghini ખુદ ચલાવીને પહોંચ્યો હતો. લગભગ 4.5 કરોડની આ કાર તેને આ વર્ષે એપ્રિલમાં જ ખરીદી હતી.
3/6

ભંસાળી પોતાની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી કમ્પલેટ કરી ચૂક્યા છે, અને હવે હીરા મંડી પર કામ શરૂ કરવાના છે. આ ફિલ્મમાં લીડ એક્ટર માટે હજુ સુધી કોઇનુ નામ જાહેર નથી થયુ. એવી અટકળો છે કે હીરા મંડી ફિલ્મમાં લીડ રૉલ કાર્તિક આર્યનને મળવાનો છે.
4/6

કાલે કાર્તિક આર્યન જ્યારે ભંસાળીની ઓફિસની બહાર દેખાયો તો આ અટકળોને વધુ વેગ મળ્યો.
5/6

થોડાક દિવસો પહેલા જ સત્યનારાયણની કથા ફિલ્મી જાહેરાત થઇ છે, જેને સાજિદ નાડિયાદવાળા બનાવી રહ્યો છે. આમાં પણ કાર્તિક છે. તેની પાસે બીજી કેટલીય ફિલ્મો પણ છે.
6/6

આ ઉપરાંત ભૂલ ભુલૈયા 2 કમ્પલેટ થઇ ચૂકી છે, અને રિલીઝ થવાની છે. નેટફ્લિક્સની ફિલ્મ ધમાકાની રિલીઝ પણ પેન્ડિંગ છે. આ એક્ટર હંસલ મહેતાની ફિલ્મમાં પણ દેખાવવાનો છે.
Published at : 29 Jun 2021 12:38 PM (IST)
આગળ જુઓ
Advertisement