જુહી ચાવલા આજે તેનો 54મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રી હોવા ઉપરાંત જુહી નિર્માતા અને ઉદ્યોગસાહસિક પણ છે. 80 અને 90ના દાયકામાં તેણે બોલિવૂડ પર રાજ કર્યું અને લગભગ તમામ મોટા કલાકારો સાથે કામ કર્યું. ફિલ્મ 'કયામત સે કયામત તક' તેની કારકિર્દી માટે માઈલસ્ટોન સાબિત થઈ. ફિલ્મમાં તેમણે આમિરખાન સાથે કામ કર્યું. જુહીએ આમિર સાથે ઘણી ફિલ્મો કરી છે પરંતુ શું તમે જાણો છો કે બંને વચ્ચે અણબનાવ હતો અને લગભગ સાત વર્ષ સુધી બંનેએ એકબીજા સાથે વાત કરી ન હતી.
2/9
જુહી ચાવલાએ 1986માં ફિલ્મ સલ્તનતથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જોકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી. તેમની ફિલ્મ 'કયામત સે કયામત તક' 1988માં રિલીઝ થઈ હતી. ફિલ્મ હિટ બની હતી. આ સાથે જૂહી અને આમિરની કરિયરે સફળતાનો મુકામ હાંસિલ કર્યો.
3/9
જુહી અને આમિરે તેમની કારકિર્દી લગભગ એક જ સમયે શરૂ કરી હતી. તે સમયે તેમની વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી. આમિર હંમેશા સેટ પર ટીખળ કરવા માટે જાણીતો હતો પરંતુ એકવાર જુહીને આ ટીખળથી ગુસ્સો આવી ગયો.
4/9
જુહી અને આમિરની જોડી ફરી એકવાર ફિલ્મ 'ઈશ્ક'માં જોવા મળી હતી. તેમાં અજય દેવગન અને કાજોલ પણ મુખ્ય ભૂમિકામાં હતા. 'ઈશ્ક'ના ગીત 'આંખિયાં તુ મિલા લે રાજા'ના શૂટિંગ દરમિયાન જુહી આમિરના પ્રૅન્કથી નારાજ થઇ ગઇ હતી અને તેમણે અજય દેવગણ અને આમિર ખાન પર રોષ ઠાલવ્યો હતો.
5/9
આમિરે કહ્યું કે, હું ક્યારે તેમની સાથે વાત ન હતો કરતો માત્ર એક્ટિંગના કામ માટે જરૂરી હતું એટલી જ વાત થતી હતી. એ બધું જ ખૂબ જ પ્રોફેશનલ લેવલ પર હતુ.
6/9
જુહી એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે આગળ શૂટિંગ કરવાની ના પાડી દીધી. આમિરે એકવાર મીડિયા સાથે વાત કરતા આ વિશે જણાવ્યું હતું કે,'ઇશ્કના શૂટિંગ દરમિયાન નાની નાની વાત પર અમારી વચ્ચે ઝઘડો થયો હતો. મને લાગે છે કે હું ત્યારે થોડો ઘમંડી હતો. મેં વિચાર્યું કે હું તેની સાથે ફરી ક્યારેય વાત નહીં કરું. હું સેટ પર તેમનાથી અંતર બનાવી રાખતો હતો. મને ખબર નથી કે, હું આવું શા માટે કરતો હતો.'
7/9
2002 આમિરે તેની પ્રથમ પત્ની રીના દત્તાથી છૂટાછેડા લીધા. આમિર કહ્યું કે 'અમે છ-સાત વર્ષ સુધી વાત કરી ન હતી પરંતુ જ્યારે તેને રીના સાથેના મારા છૂટાછેડા વિશે ખબર પડી ત્યારે તેણે મને ફોન કરીને અમારા સંબંધો વિશે પૂછ્યું તે અમારી બંને વચ્ચે સમાધાન કરાવવા ઇચ્છતી હતી.
8/9
'જુહીને પણ લાગ્યું કે કદાચ હું તેનો ફોન નહીં ઉપાડી શકું પરંતુ તેમ છતાં તેણે મને ફોન કર્યો. આ વાત મને સ્પર્શી ગઈ. અમારી મિત્રતાને કોઈ અસર થઈ ન હતી. અમે કદાચ વાત ન કરી શકીએ પરંતુ એકબીજાની મિત્ર તકીકેની ચિંતા તો હતી જ
9/9
ફિલ્મોની વાત કરીએ તો જુહી ચાવલા છેલ્લે 2019માં આવેલી ફિલ્મ 'એક લડકી કો દેખા તો ઐસા લગા'માં જોવા મળી હતી. તેમાં સોનમ કપૂર, રાજકુમાર રાવ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.