શોધખોળ કરો
Khatron Ke Khiladi 12: મોહિત મલિકથી રૂબીના દિલેક સુધી, રોહિત શેટ્ટીએ સ્પર્ધકો સાથે કરી મસ્તી
તસવીરઃ સોશિયલ મીડિયા
1/8

સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 12 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. રોહિત શેટ્ટીના આ શોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ખતરોં કે ખિલાડી 12માં ઘણા ટીવી સેલેબ્સ હાજરી આપવાના છે. ટીવી સેલેબ્સ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી રહ્યા છે.
2/8

ટીવીની વહુ શિવાંગી જોશી પણ સ્ટંટ રિયાલિટી શોનો ભાગ બની છે. તેણે રોહિત શેટ્ટી સાથે મસ્તી કરતો વીડિયો શેર કર્યો છે. જેમાં બંને મસ્તી કરતા જોવા મળે છે.
3/8

ટીવી એક્ટર મોહિત મલિક પણ આ શોનો ભાગ બનવા જઈ રહ્યો છે. મોહિતે શાનદાર અંદાજમાં રોહિત શેટ્ટી સાથે ફોટા શેર કર્યા છે.
4/8

બિગ બોસ વિનર રૂબિના દિલાઈક પણ ખતરોં કે ખિલાડી 12નો ભાગ બનવા જઈ રહી છે. ગયા વર્ષે રૂબીનાનો પતિ અભિનવ આ શોનો ભાગ બન્યો હતો.
5/8

અનેરી વજાણી પણ રોહિત શેટ્ટીના શોનો ભાગ બની હતી. તે હાલમાં જ અનુપમામાં જોવા મળી હતી. અનુપમામાં અનેરીનું પાત્ર ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે.
6/8

કુમકુમ ભાગ્ય ફેમ શ્રુતિ ઝા પણ સ્ટંટ કરતી જોવા મળશે. ટીવીની વહુની જબરદસ્ત સ્ટાઈલ આ શોમાં જોવા મળશે.
7/8

બિગ બોસમાં ધૂમ મચાવનાર કોરિયોગ્રાફર નિશાંત ભટ સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 12નો ભાગ બનવા જઈ રહ્યો છે.
8/8

ટીવી એક્ટ્રેસ કનિકા માન એ રોહિત શેટ્ટી સાથે ફની ફોટો શેર કર્યા છે. આ તસવીરો વાયરલ થઈ રહી છે.
Published at : 07 Jun 2022 06:44 AM (IST)
આગળ જુઓ




















