શોધખોળ કરો
Raj Kaushal Last Rites: રાજ કૌશલની અંતિમ યાત્રા ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડી મંદિરા બેદી, રૉનિય રૉયે સંભાળી એક્ટ્રેસને, જુઓ તસવીરો

Raj Kaushal Last Rites
1/13

Mandira Bedi Husband Raj Kaushal Death : બૉલીવુડ એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનુ આજે સવારે હ્રદય રોગના હુમલાના કારણે નિધન થઇ ગયુ છે. પતિના અંતિમ સંસ્કારમાં સામેલ મંદિરા બેદીની દર્દનાક તસવીરો સામે આવી છે. ખુદને એક્ટ્રેસ નથી સંભાળી શકતી. રાજ કૌશલના મોતથી આખા પરિવાર અને આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. રાજ કૌશલની અચાનક વિદાયથી પત્ની મંદિરા બેદી તુટી ગઇ છે. (Photo Credit- Manav Manglani)
2/13

જ્યારે હૉસ્પીટલમાંથી અંતિમ સંસ્કાર માટે રાજ કૌશલના મૃતદેહને લઇ જવામા આવી રહ્યો હતો, તે સમયે એમ્બ્યૂલન્સમાં એક્ટ્રેસ અને પત્નિ મંદિરા બેદી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી હતી. આ દરમિયાન એક્ટર રોનિત રૉયે એક્ટ્રેસને સંભાળી હતી. (Photo Credit- Manav Manglani)
3/13

આજે સવારે હાર્ટ એટેકથી રાજ કૌશલનુ નિધન થઇ ગયુ. એબીપી ન્યૂઝ સાથે વાત કરતા તેના એક ખાસ મિત્રએ રાજ કૌશલના નિધનને કન્ફોર્મ કર્યુ હતુ. (Photo Credit- Manav Manglani)
4/13

આજે વહેલી સવારે રાજ કૌશલ એટલે કે સવારે 4.30 વાગે ઘર હતા, તે સમયે જ હાર્ટ એટેક આવ્યો, અને કોઇ મેડિકલ સારવાર લે તે પહેલાજ તેમનુ મોત થઇ ગયુ હતુ. (Photo Credit- Manav Manglani)
5/13

લાસ્ટ રાઇટની તસવીરોમાં જોઇ શકાય છે કે, એક્ટ્રેસ મંદિરા બેદી એમ્બ્યૂલન્સમાં છે, અને રાજ કૌશલના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઇ જવાઇ રહ્યો છે. આવા દુઃખ અને શોકના માહોલથી મંદિરે પુરેપુરી તુટી ગઇ છે. તે ખુદને નથી સંભાળી શકતી. (Photo Credit- Manav Manglani)
6/13

મંદિરા બેદી અને રાજ કૌશલને બે બાળકો છે, રાજ કૌશલ એક જાણીતી પ્રૉડ્યૂસર અને સ્ટન્ટ ડાયરેક્ટર હતા. (Photo Credit- Manav Manglani)
7/13

રાજ કૌશલના નિધન પર બૉલીવુડની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. આ વાતની જાણકારી સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ ઇન્સ્ટાગ્રામ પર આપી. તેને રાજ કૌશલ (Raj Kaushal Passes Away)ના પરિવારની તસવીર શેર કરતા લખ્યું- આપણે બધા એકદમ ઉંડા શોકમાં છીએ કે, મંદિરા બેદીના પતિ અને એડ ફિલ્મમેકર રાજ કૌશલનુ હ્રદય રોગના હુમલાથી આજે સવારે નિધન થઇ ગયુ છે. (Photo Credit- Manav Manglani)
8/13

મંદિરા બેદી (Mandira Bedi) અને રાજ કૌશલે 14 ફેબ્રુઆરી, 1999એ લગ્ન કરી લીધા હતા. મંદિરા અને રાજની પહેલી મુલાકાત 1966માં મુકુલ આનંદના ઘરે થઇ હતી. મંદિરા ત્યાં ઓડિશન આપવા પહોંચી હતી હતી, અને રાજ કૌશલ, મુકુલ આનંદના આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યાં હતા. અહીંથી બન્નેએ એકબીજાને જોયા અને તેમને પ્યારની શરૂઆત થઇ હતી.
9/13

રાજે પોતાની કેરિયરમાં ત્રણ ફિલ્મો - પ્યાર મે કભી કભી, શાદી કા લડ્ડૂ અને એન્થની કૌણ હૈનુ નિર્દેશન કર્યુ હતુ. (Photo Credit- Manav Manglani)
10/13

(Photo Credit- Manav Manglani)
11/13

(Photo Credit- Manav Manglani)
12/13

(Photo Credit- Manav Manglani)
13/13

(Photo Credit- Manav Manglani)
Published at : 30 Jun 2021 12:24 PM (IST)
આગળ જુઓ
Advertisement