શોધખોળ કરો
એક્ટિંગ માટે છોડી નોકરી, પરંતુ ફિલ્મોમાં રહી ફ્લોપ, એક વેબ સીરિઝથી બની સ્ટાર
આ અભિનેત્રીએ 10 વર્ષ સુધી ફિલ્મો કરી પરંતુ એક પણ હિટ રહી નહી. જ્યારે તેનો કરિયર ગ્રાફ નીચે જઇ રહ્યો હતો ત્યારે આ અભિનેત્રીએ એક વેબ સીરિઝમાં કામ કર્યું અને તે રાતોરાત સ્ટાર બની ગઈ છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

આ અભિનેત્રીએ 10 વર્ષ સુધી ફિલ્મો કરી પરંતુ એક પણ હિટ રહી નહી. જ્યારે તેનો કરિયર ગ્રાફ નીચે જઇ રહ્યો હતો ત્યારે આ અભિનેત્રીએ એક વેબ સીરિઝમાં કામ કર્યું અને તે રાતોરાત સ્ટાર બની ગઈ છે. અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ ત્રિધા ચૌધરી છે. ફિલ્મોમાં ત્રિધાનું કરિયર સફળ રહ્યુ નહી પરંતુ ઓટીટી પર એક્ટ્રેસે લોકોના દિલ જીતી લીધા છે.
2/9

ત્રિધા ચૌધરીનો જન્મ 22 નવેમ્બર 1989ના રોજ થયો હતો. ત્રિધા શરૂઆતથી જ અભ્યાસમાં ઘણી સારી હતી. તેણે એમ.પી. બિરલા ફાઉન્ડેશન હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. આ પછી અભિનેત્રીએ કોલકાતાની સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી આગળનું શિક્ષણ પૂર્ણ કર્યું. ત્રિધા 20 વર્ષની ઉંમરે એક પ્રશિક્ષિત માઇક્રોબાયોલોજિસ્ટ બની હતી, પરંતુ અભિનય પ્રત્યેના તેના જુસ્સાને આગળ વધારવા અને અભિનેત્રી બનવાનું પોતાનું સપનું પૂરું કરવા તેણે નોકરી છોડી દીધી હતી.
Published at : 29 May 2024 06:59 PM (IST)
આગળ જુઓ





















