શોધખોળ કરો
Parineeti Chopra Life: બાળપણમાં ઘટેલી આ દૂર્ઘટનાથી પોતાના માતા-પિતાથી નફરત કરવા લાગી હતી પરિણીતી ચોપડા, જાણો કિસ્સો
કહેવાય છે કે, એક્ટ્રેસ પરિણીતી ચોપડા પોતાના ભાઇ અને માતા-પિતાની ખુબ જ નજીક છે, પરંતુ શું તમે જાણો છો, તેની લાઇફમાં એવું શું ઘટ્યુ હતુ, જે પછી તે તેમનાથી નફરત કરવા લાગી હતી.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

Parineeti Chopra Kissa: બૉલીવુડની એક્ટ્રેસ પરિણીતી ચોપડાએ તાજેતરમાં જ પોતાના લૉન્ગ બૉયફ્રેન્ડ અને આપ નેતા રાઘવ ચડ્ઢા સાથે લગ્ન કરી લીધા છે. કહેવાય છે કે, એક્ટ્રેસ પરિણીતી ચોપડા પોતાના ભાઇ અને માતા-પિતાની ખુબ જ નજીક છે, પરંતુ શું તમે જાણો છો, તેની લાઇફમાં એવું શું ઘટ્યુ હતુ, જે પછી તે તેમનાથી નફરત કરવા લાગી હતી. જાણો આખો કિસ્સો....
2/8

બહુ ઓછા લોકો જાણે છે કે પરિણીતી ચોપડા એક્ટિંગમાં આવી તે પહેલા વિદેશમાં ઈન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે કામ કરતી હતી, પરંતુ ત્યારબાદ અભિનેત્રી 2009માં ભારત પરત ફરી અને અભિનયમાં ફરી હાથ અજમાવ્યો.
3/8

પરિણીતી ચોપડાએ ફિલ્મ 'રિકી વર્સીસ લેડી બહેલ'થી તેની અભિનય યાત્રા શરૂ કરી હતી. આ પછી અભિનેત્રી ફિલ્મ 'ઈશકઝાદે'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અર્જૂન કપૂર હતો. ફિલ્મે બૉક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું હતું, પરંતુ અહીં અમે તમને તેમના અંગત જીવનની એક રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ.
4/8

વાસ્તવમાં, એક ઇન્ટરવ્યૂમાં પરિણીતીએ ખુલાસો કર્યો હતો કે તે બાળપણમાં જ તેના માતા-પિતાને નફરત કરવા લાગી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે તે નાની હતી ત્યારે તે સાયકલ પર શાળાએ જતી હતી. કારણ કે તેની પાસે કાર ખરીદવાના પૈસા ન હતા.
5/8

અભિનેત્રીએ આગળ કહ્યું, “જ્યારે હું સાયકલ પર શાળાએ જતી ત્યારે મારા પિતા અમુક અંતર સુધી મારી પાછળ આવતા હતા. જેથી હું પરેશાન ન થઈ જાઉં, પણ પપ્પા ત્યાંથી જતા જ. તેથી કેટલાક છોકરાઓ મારી પાછળ આવતા અને ક્યારેક તેઓ મારું સ્કર્ટ પણ ખેંચી લેતા.
6/8

પરિણીતીએ કહ્યું હતું કે, “જ્યારે છોકરાઓ મને હેરાન કરતા હતા ત્યારે મને ખૂબ ગુસ્સો આવતો હતો. તે સમયે હું મારા માતા-પિતાને નફરત કરવા લાગી હતી કારણ કે તે મને સાયકલ પર શાળાએ મોકલતા હતા. તેણે એમ પણ કહ્યું કે તે મને મજબૂત બનાવવા માટે આવું કરી રહ્યાં છે.
7/8

ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં પરિણીતી ચોપડા તેની ગર્લ ગેંગ સાથે વેકેશન માણી રહી છે. અભિનેત્રીએ તેની ઝલક સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું- 'હું મારા હનીમૂન પર નથી...આ તસવીર મારી ભાભીએ ક્લિક કરી છે..'
8/8

તમામ તસવીરો પરિણીતી ચોપડાના ઇન્સ્ટાગ્રામ પરથી....
Published at : 21 Oct 2023 02:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
