શોધખોળ કરો
ડેબ્યૂ ફિલ્મ બાદ બેરોજગાર થઇ ગયો હતો અલ્લુ અર્જુન, આ વ્યક્તિએ બચાવ્યું તેનું કરિયર
અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે અભિનેતા પાસે તેની પ્રથમ ફિલ્મ પછી કોઈ કામ નહોતું.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે અભિનેતા પાસે તેની પ્રથમ ફિલ્મ પછી કોઈ કામ નહોતું. અલ્લુ અર્જુન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે. 'પુષ્પાઃ ધ રાઇઝ'ની શાનદાર સફળતા સાથે અભિનેતાની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે. ચાહકો હવે અભિનેતાની બ્લોકબસ્ટર ફિલ્મના બીજા પાર્ટની રાહ જોઇ રહ્યા છે. હાલમાં અલ્લુ અર્જુન તેની આગામી ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે એક ઇવેન્ટમાં અભિનેતાએ તેના શરૂઆતના દિવસોને યાદ કર્યા અને ખુલાસો કર્યો કે તેની ડેબ્યૂ ફિલ્મ પછી તે બેરોજગાર થઈ ગયો હતો.
2/7

નોંધનીય છે કે અલ્લુ અર્જુને 2003માં ફિલ્મ ગંગોત્રીથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે એક રોમેન્ટિક ડ્રામા હતી જેની વાર્તા એક છોકરીની આસપાસ ફરે છે જે એક નોકરના પ્રેમમાં પડે છે. આ ફિલ્મ હિટ રહી હતી પરંતુ અલ્લુ અર્જુને કહ્યું કે આ ફિલ્મ પછી તેને કોઈ ઓફર મળી નથી.
Published at : 26 Nov 2024 02:13 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ઓટો
દેશ





















