શોધખોળ કરો
Wedding Album: મંદિરા બેદીએ 22 વર્ષ પહેલા પરિવારની વિરુદ્ધ જઇને રાજ કૌશલ સાથે કર્યા હતા લગ્ન, જુઓ લગ્નની તસવીરો......
Mandira_Bedi
1/5

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનુ નિધન થઇ ગયુ છે. આજે સવારે હાર્ટ એટેકના કારણે રાજ કૌશલનુ નિધન થઇ ગયુ છે. આવામાં આવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનુ મોજુ ફરી વળ્ય છે. ખાસ કરીને મંદિરા બેદીને સંભાળવી આ સમયે પરિવાર માટે મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે.
2/5

મંદિરા બેદી પુરેપુરી તુટી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે મંદિરા બેદીએ પરિવારની વિરુદ્ધ જઇને રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા, બન્નેના લગ્નને 22 વર્ષ થઇ ગયા હતા, રાજ કૌશલ અને મંદિરાના બે બાળકો છે.
3/5

મંદિરા બેદી અને રાજ કૌશલની પહેલી મુલાકાત 1996માં મુકુલ આનંદના ઘરે થઇ હતી. મંદિરા ત્યા ઓડિશન આપવા પહોંચી હત, અને રાજ, મુકુલ આનંદના આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યાં હતા. અહીંથી બન્નેના પ્રેમની શરૂઆત થઇ.
4/5

મંદિરાએ 14 ફેબ્રુઆરી 1999ના દિવસે રાજ કૌશલ સાથે લગ્ન કરી લીધા હતા. ખરેખરમાં મંદિરાના માતા-પિતા તેના લગ્ન એક ફિલ્મ નિર્દેશક સાથે કરાવવા માંગતા હતા. પરંતુ બન્નેના પ્રેમની આગળ કોઇનુ ના ચાલ્યુ.
5/5

રાજ કૌશલ એક પ્રૉડ્યૂસર અને સ્ટન્ટ ડાયરેક્ટર હતા, રાજે અભિનેતા તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. રાજ કૌશલે પોતાની કેરિયરમાં ત્રણ ફિલ્મો- પ્યાર મે કબી કભી, શાદી લા લડ્ડૂ અને એન્થૉની કૌન હૈનુ નિર્દેશન કર્યુ છે.
Published at : 30 Jun 2021 04:19 PM (IST)
આગળ જુઓ
Advertisement





















