શોધખોળ કરો
Bigg Boss 17: સલમાન ખાન શો 'બિગ બોસ 17'માં Ankita Lokhande વસૂલે છે આટલી રકમ, જાણીને લાગશે આંચકો
Bigg Boss 17: ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેને આજે કોઈ ઓળખની જરૂર નથી. બિગ બોસ 17માં દર્શકોના દિલમાં સ્થાન મેળવવાથી લઈને દર્શકોના દિલ જીતવા સુધીની અભિનેત્રીએ ઘણી ફેન ફોલોઈંગ મેળવી છે.

અંકિતા લોખંડે (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ )
1/8

Bigg Boss 17: ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેને આજે કોઈ ઓળખની જરૂર નથી. બિગ બોસ 17માં દર્શકોના દિલમાં સ્થાન મેળવવાથી લઈને દર્શકોના દિલ જીતવા સુધીની અભિનેત્રીએ ઘણી ફેન ફોલોઈંગ મેળવી છે.
2/8

અંકિતા લોખંડે હાલમાં બિગ બોસ 17 ના ઘરની અંદર બંધ છે, અહેવાલો અનુસાર, અભિનેત્રી રિયાલિટી શોના નિર્માતાઓ પાસેથી દર અઠવાડિયે મોટી ફી વસૂલે છે.
3/8

અંકિતા લોખંડે લાંબા સમયથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે, તે બિગ બોસ 17 માટે દર અઠવાડિયે મોટી રકમ વસૂલે છે. રિપોર્ટ અનુસાર, અંકિતા બિગ બોસ 17 માટે દર અઠવાડિયે 12 લાખ રૂપિયા લે છે.
4/8

અનેક વખત અંકિતાને બિગ બોસની ઓફર કરવામાં આવી હતી, જોકે અભિનેત્રીએ આ ઓફરનો ઇનકાર કર્યો હતો. આ વર્ષે તેણે આખરે વિવાદાસ્પદ રિયાલિટી શોનો ભાગ બનવાનું નક્કી કર્યું અને તેના પતિ વિકી જૈન સાથે ભાગ લીધો.
5/8

રિયાલિટી શો બિગ બોસ 17માં અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન વચ્ચેના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. એવા ઘણા પ્રસંગો હતા જ્યારે દંપતી વચ્ચે ગેરસમજણો થઈ હતી
6/8

હોસ્ટ સલમાન ખાને પણ વિકીને અંકિતાનું અપમાન કરવા બદલ ઠપકો આપ્યો હતો. બિગ બોસ સીઝન 17ના સ્પર્ધક અંકિતા લોખંડે અને વિકી જૈન વચ્ચેના સંબંધો રિયાલિટી શોમાં પ્રવેશ્યા બાદથી ઘણી સમસ્યાઓમાંથી પસાર થયા છે.
7/8

લેટેસ્ટ એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે અંકિતા લોખંડે અને વિકી જૈનની માતા શોમાં આવે છે. અને અંકિતા અને વિકી તેમની માતાને જોતાની સાથે જ રડવા લાગે છે.
8/8

તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે
Published at : 30 Nov 2023 09:43 AM (IST)
આગળ જુઓ
Advertisement