શોધખોળ કરો
Charu Asopa Birthday: ડિવોર્સના અહેવાલો વચ્ચે રાજીવે ચારુને જન્મદિવસની શુભકામના પાઠવી, રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યું કપલ
ટીવી એક્ટ્રેસ ચારુ અસોપા લાંબા સમયથી પોતાના પતિ રાજીવ સેનથી અલગ રહે છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર સામે આવેલી તસ્વીરોમાં તે રાજીવ સાથે રોમાંસ કરતી જોવા મળી હતી.

Charu Asopa
1/7

ટીવી એક્ટ્રેસ ચારુ અસોપા લાંબા સમયથી પોતાના પતિ રાજીવ સેનથી અલગ રહે છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર સામે આવેલી તસ્વીરોમાં તે રાજીવ સાથે રોમાંસ કરતી જોવા મળી હતી.
2/7

આ તસવીરો રાજીવ સેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં રાજીવ અભિનેત્રીને ખૂબ જ પ્રેમથી જન્મદિવસની શુભેચ્છા પાઠવતો જોવા મળ્યો હતો.
3/7

તસવીરોમાં રાજીવ અને ચારુ સિવાય તેમની દીકરી જિયાના પણ દેખાઈ રહી છે અને તસવીરો જોઈને લાગે છે કે બંને ફરી એકવાર સાથે આવ્યા છે.
4/7

તસવીરો શેર કરતા રાજીવે લખ્યું, 'હેપ્પી બર્થડે ચારુ... તને ઘણો પ્રેમ, સારું સ્વાસ્થ્ય અને હંમેશા ખુશી મળે.'
5/7

રાજીવે શેર કરેલી આ તસવીરોમાં ચારુનો ખૂબ જ ક્યૂટ લુક જોવા મળી રહ્યો છે. અભિનેત્રી શોર્ટ ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી હતી. જ્યારે રાજીવ કેઝ્યુઅલ લુકમાં હેન્ડસમ લાગી રહ્યો છે.
6/7

આ તસવીરમાં બંને મિરર સેલ્ફી લેતી વખતે સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
7/7

થોડા સમય પહેલા કપલ વચ્ચે ઘણો વિવાદ થયો હતો. ચારુએ રાજીવ પર છેતરપિંડી જેવા અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)
Published at : 28 Feb 2023 02:18 PM (IST)
Tags :
Charu Asopa Birthdayઆગળ જુઓ
Advertisement