શોધખોળ કરો
કોરોના કાળમાં આ હૉટ સિંગરે બૉયફ્રેન્ડ સાથે કરી લીધા ગુપચુપ લગ્ન, મહેંદીથી લઇને સાત ફેરાની તસવીરો વાયરલ

Sugandha_Mishra
1/8

મુંબઇઃ કૉમેડિયન અને સિંગર સુગંધા મિશ્રા પોતાના લગ્નને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ સુગંધા મિશ્રાએ લૉન્ગટાઇમ બૉયફ્રેન્ડ સંકેત ભોસલે સાથે લગ્ન કરી લીધા છે. કોરોનાના કારણે બન્નેના લગ્નમાં વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા.
2/8

સુગંધા મિશ્રા અને સંકેતના લગ્ન જાલંધરના ક્લબ કબાનામાં પરિવારની હાજરીમાં થયા. આ લગ્નમાં તેના ખાસ નજીકના અને મિત્રો જ સામેલ થયા હતા. સુગંધા મિશ્રા અને સંકેતના લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
3/8

લગ્ન બાદ બન્નેને ફેન્સે શુભકામનાઓ અને શુભેચ્છા સંદેશ આપ્યા હતા. આ બધાની વચ્ચે સુગંધા મિશ્રા અને સંકેતે પોતાના લગ્નની કેટલીક ખાસ તસવીરો પણ શેર કરી દીધી છે.
4/8

તસવીરોમાં સુગંધા મિશ્રા અને સંકેતની જોડી ખુબ પ્યારી લાગી રહી છે. સુગંધા તસવીરોમાં ખુબ ખુશ લાગી રહી છે, અને આવુ હોવુ પણ સ્વાભાવિક છે.
5/8

સુગંધા મિશ્રાએ પોતાના લગ્નમાં ક્રિમ કલરનો લેંઘો પહેરેલો હતો, આની સાથે તેને ગુલાબી રંગની ચુન્ની કૈરી કરી છે. તેને ખુબ હેવી જ્વેલરી પણ પહેરેલી છે.
6/8

સંકેત ભોસલેએ આછા લીલા રંગની શેરવાણી પહેરી હતી, અને માથા પર ક્રિમ કલરની પાઘડી પહેરેલી હતી, જેનો કલર સુગંધા મિશ્રાના લેંઘા સાથે મેચ થઇ રહ્યો છે.
7/8

સુગંધાએ ફેરા લેતાની તસવીરો પણ શેર કરી છે, બન્નેના લગ્નની આ તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે.
8/8

લગ્ન સમારોહ પારંપરિક રીતિ-રિવાજ પ્રમાણે સંપન્ન થયુ. જોકે આ બધાની વચ્ચે ફેમિલી ફોટાએ પણ કમી પણ પુરી કરી દીધી. આમાં આખો પરિવાર ખુશ દેખાઇ રહ્યો છે.
Published at : 05 May 2021 12:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
